Gujarat news: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડની 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (SC-ST)ને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો. જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુળ સંવિધાનનું ઉલ્લંઘન થાય છે.
સંવિધાનની ધારા 341 તથા 342 મુળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાનો અધિકાર માન. રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામ. સુપ્રિમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઇને સમગ્ર દેશના SC-STના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું.
જેને લઇ ગુજરાતના તમામ સામાજીક-રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકો એ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાળવાનું આહવાન કર્યું.જેને પગલે આજે અંબાજીથી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય-વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારો એ સજ્જડ પાડી સમર્થન કર્યું છે.