Gujaratના ખેડા જિલ્લાના મહુધામાં નગરપાલિકાના પૂર્વ કર્મચારીની દાંડાઈ સામે આવી છે. અયુબખાન પઠાણ નામના ઈસમે સેનેટરી ઈન્સપેક્ટર અને નગરપાલિકા ઈજનેર સાથે માથાકૂટ કરી અને ધાકધમકીઓ આપવા સહિત RTI કરી ભરાવી દઈશ, તેવી ધમકીઓ આપી છે. જે મામલે એસ.આઈ. અને ઈજનેરે ચીફ ઓફીસર અને પ્રમુખને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે.

Gujaratમાં ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર અને ઈજનેર તરીકે હાલ મહિલા કર્મચારીઓ ફરજ પર છે. આ બંને કર્મચારીઓ આજે પોતાની ફરજ પર હાજર હતા, તે વખતે નગરપાલિકાનો પૂર્વ કર્મચારી અયુબખાન પઠાણ પાલિકામાં આવ્યો હતો અને પાલિકાએ આ ઐયુબને કોઈ કામગીરી ન સોંપી હોવા છતાં સફાઈ કામદારોને કામ આપવા બાબતે અને સુપરવિઝન કરવા બાબતે બોલાચાલી કરી હતી.

RTI કરવાની ધમકીઓ આપવા ઉપરાંત મહિનામાં હેરાન કરી નાખીશ તેમ જણાવ્યુ હતુ. તેમણે ધમકી આપી હતી કે, તમે કેમ નોકરી કરી શકો છો? કેમ પગાર લઈ શકો છો? કયા ટેબલ પરથી કેમના બિલો નીકળે છે, એ બધી ખબર છે. હું નયનભાઈ મિસ્ત્રી નથી, મેં RTIના ટેબલ પર કામ કરેલુ છે, જેથી મને તો 30 દિવસમાં માહિતી આપવી જ પડશે.

તમે જેટલો પગાર લો છો, એટલા રૂપિયાનું તો હું સ્પ્રે છાંટીને ફરૂ છુ, બોડી અને પ્રમુખે રહ્યુ છે એટલે હું સવારે રખડુ છે, હું કરોડો રૂપિયા કમાઉ છુ, મારે ફરવાની જરૂર નથી.  SIનું શું કામ હોય છે અને શું કામગીરી કરવાની હોય છે, તે મને ખબર છે, હવે હું જોઉ છુ તમે કેવી રીતે સફાઈ કરાવો છો, કયા કયા સફાઈકામદારો રજા પર છે અને તમે કેવા કેવા બિલો કાઢો છો તે અંગે હું RTI કરીશ.

તમને એક મહિનામાં ફરતા કરી દઈશ, તમે જવાબો આપવા તૈયાર રહેજો, આ બાદ એન્જીનિયર વિભાગમાં જઈ ઈજનેરને પણ ઉંચા અવાજે ધમકી આપી હતી, જે બાબતે બંને મહિલા કર્મચારીઓએ ચીફ ઓફીસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. 

કર્મચારીઓએ ચીફ ઓફીસરને તાકીદ કરી

આ મહિલા કર્મચારીઓએ કરેલી લેખિત રજૂઆતમાં ઉલ્લેખ્યુ છે કે, રીટાયર્ડ કર્મચારી અયુબખાન પઠાણને નગરપાલિકાના કોઈપણ ખાતાની કામગીરીની સોંપણી કરવી હોય અથવા તેઓની પાસેથી કામગીરી કરાવવી હોય તો ઠરાવ કરી અથવા લેખિતમાં વર્ક ઓર્ડર આપવા તાકીદ કરી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, આ અયુબખાન પઠાણ રીટાયર્ડ થયા હોવા છતાં નગરપાલિકાના વિભાગોની કામગીરીમાં ગેરકાયદેસર રીતે દખલ અંદાજી કરી અને પોતાની ધાક જમાવી વહીવટો કરી રહ્યા છે અને તેઓનો હેતુ પાર ન પડતા કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.

આ પણ વાંચો..