Gujarat નું માવઠું યાત્રાધામ વીરપુર પંથકના ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો. પંથકના પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં એક કલાકમાં વાદળું ફાટ્યું હોય તેવો વરસાદ વરસતા ખેતરમાં તૈયાર મગફળીના પાથરા તેમજ સોયાબીન તણાઈ ગયા, ભારે પવનને કારણે કપાસ ભાંગી ગયો. ખેડૂતો પાસે હવે કઈ બચ્યું ન હોવાથી શિયાળું પાકનું વાવેતર પણ મુશ્કેલ બન્યું છે.જેથી સરકાર નુક્શાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વીરપુર પંથકમાં ગતરાતનું માવઠું આફત બનીને આવ્યું હતું.
Gujarat: તણાયેલા પાથરા વોંકળાના નાલામાં વહી ગયા, સોયાબીનની પણ આવી જ હાલત, કપાસને નુકસાન
Gujarat: વાદળું ફાટ્યું હોય તેટલો વરસાદ એક કલાકમાં જ વરસતા પીઠડીયા કાગવડ સીમ વિસ્તારની અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વિઘા જમીનનો મગફળી, કપાસ, સોયાબીન તૈયાર થઈ ગયેલા પાક પાણીમાં તણાઈ ગયો અને બચ્યો તે ભારે પવનમાં ભાંગી ગયો હતો. સીમ વિસ્તારના ખેતરોમાં હજુ ગોઠણ ડૂબ પાણી ભરેલા છે અને તેમાં મગફળીના બચ્યા કુચ્યા તૈયાર પાથરા વેરવિખેર પડેલ છે. અને આવા ખેતરમાં હાલ અંદર જઈ શકાય તેવી શક્યતા નથી. જેથી ખેડૂતોની પોતાની નજર સામે પોતાની તૈયાર પસિડતા જોવો પછી રહ્યો છે અને ગતરાતે મોટેભાગના ખેતરોમાં તૈયાર મગફળી ખેતરોના કાઢીયામાં તણાઈ અને ચારથી પાંચ કિમી દૂર નાલામાં વહી ગઈ છે. જેમાં ખેડૂતો તેમજ તેના ખેત ભાગીયાઓ તણાઈ ગયેલ મગફળી પાકના પાથરા વિણવા મજબૂર પાક હાથમાં આવે તેવો પ્રયત્ન કરી રહ્યા છે.
આ અંગે પીઠડીયાના ખેડૂત હકુભાઈ તેમજ મહેન્દ્રભાઈએ જણાવેલ કે અમે ખેતરના કાઢીયાના પાણીમાંથી તણાઈ ગયેલ મગફળીના પાથરા નાલામાં વિણીને જે કઈ મજૂરીના નીકળે તેનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખેડૂત સાથે ભાગમાં ખેતર વાવવા રાખ્યું હોય એટલે અમારે જે ઉપજ થાય તેમાંથી ભાગ લેવાનો હોય. પાક તો થયો પરંતુ માવઠામાં તણાઈ જતા અમારે તો છેલા ત્રણેક મહિનાની કાળી મહેનતનું વણતર તણાઈ ગયું. હવે અમારે શું કરવું.
અમારો તો મગફળીનો તમામ પાતણાઈ ગયોહવે અમારે શિયાળું પાકનું | વાવેતર કેમ કરવું કેમ કે અમારી પાસે જે કઈ બચત હતી તે આ વખતે પાકની માવજતમાં વપરાય ગઈ. એટલે અમારે હવે તો શિયાળું પાકનું વાવેતર પણ કેમ કરવું તે એક પ્રશ્ન ઉભો થયો છે. જેથી સરકાર તાત્કાલિક અમારી નુક્શાનીનો સર્વે કરી સહાય કરે તો જ અમો શિયાળું પાકનું વાવેતર કરી શકીશું.