Gujarat: અમદાવાદ, ઉલ્લાસ અને અજવાશના પર્વ દિવાળીના તહેવારોનો આવતીકાલે વાઘબારસ સાથે જ પ્રારંભ થઇ જશે. સોમવારે સવારે ૧૦:૩૨થી વાઘબારસ, મંગળવારે સવારે ૧૦:૩૦થી ધનતેરસનું પર્વ ઉજવાશે.
Gujarat: દિવાળીના તહેવારો પૂર્વે છેલ્લા રવિવારે છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં હકડેઠઠ ભીડ શાસ્ત્રવિદોના મતે આ વખતે ૩૦મીએ બપોરે ૧:૧૬થી કાળી ચૌદશ છે અને તે બીજા દિવસે બપોર સુધી રહેશે. કાળી ચૌદશ ૩૧મીએ બપોરે પૂરી થતાં જ દિવાળીનો પ્રારંભ થઈ જશે.
Gujarat: ૩૧મીએ દિવાળી, બીજી નવેમ્બરે બેસતું વર્ષ
૧ નવેમ્બરના પડતર દિવસ છે જ્યારે બીજી નવેમ્બરે બેસતાં વર્ષ અને ૩ નવેમ્બરે ભાઈ બીજની ઉજવણી થશે. આમ, આવતીકાલથી સમગ્ર માહોલ દિવાળીમય બની જશે. વાઘ બારસના પર્વમાં ગૌ પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે.
દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રતનપોળ, સીજી રોડ સહિતના વિસ્તારોમાં બપોરથી લઈને મોડી રાત સુધી પગ મૂકવા પણ જગ્યા મળે નહીં તેવી હકડેકઠ ભીડ હતી.
અમદાવાદના ઢાલગરવાડ, ત્રણ દરવાજામાં આજે પણ અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખરીદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજી તરફ મોલમાં તેની સરખામણીએ ઓછી ભીડ જોવા મળે છે. ખાસ કરીને યુવાનો હવે ખરીદી માટે ઓનલાઇનનો વિકલ્પ વધારે પસંદ કરી રહ્યા છે.