Gujarat: દેશના તમામ રાજયોના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દળના 1 વડાઓની ૧૪મી નેશનલ કોન્ફરન્સનું આગામી તા.૨૨ અને ૨૩મી ઓકટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આર્યોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દળની આ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ પછી અને તે પણ ગુજરાતમાં રાજયના પાટનગર ગાંધીનગરમાં યોજાવા જઈ રહી છે. બે દિવસીય કોન્ફરન્સમાં ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એકટ-૨૦૨૪, મોડેલ હોમગાર્ડ બીલ સહિત અનેક મુદ્દે અગત્યની ચર્ચા થશે.
Gujarat: હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ બે દિવસીય આ કોન્ફરન્સનું દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે. વિવિધ રાજયો અને કેન્દ્રના મહાનુભાવો પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. દેશના વિવિધ રાજયોમાંથી આ બંને દળના ડીજી, ડીઆઇજી, આઇજી સહિતની રેન્કના ૫૦થી વધુ ઉચ્ચ પદાધિકારીઓ અને ૧૨૦૦થી વધુ પ્રતિનિધિઓ આ બે દિવસીય કોન્ફરન્સમાં ખાસ ભાગ લેવા આવશે.
હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દળના વડાઓની આ નેશનલ કોન્ફરન્સમાં મુખ્ય તો, ડ્રાફૂટ સિવિલ ડિફેન્સ એકટ-૨૦૨૪| અને મોડેલ હોમગાર્ડ બિલને લઈ ખાસ ચર્ચા દળની પોલિસીઓ, ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી, દેશના તમામ રાજયોમાં આ બંને દળોની કામગીરી ટેકનોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધુ મજબૂત, કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય., પોલીસ તંત્રની સાથે સાથે અને તેની મદદમાં વધારાના દળ તરીકે તેમની સેવા લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે વધુ ચુસ્ત અને સુદ્રઢ બનાવી શકાય તે સહિતના અનેકવિધ હતના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા- સૂચન, પ્રેઝન્ટેશન, મૂલ્યાંકન અને રૂપરેખાની કામગીરી હાથ ધરવામાં આવશે