Gujarat : ડ્રગ્સ માફિયાઓએ રાજસ્થાનથી ભુજ સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. રાજસ્થાનથી કોલેજમાં ભણતા છોકરાઓને પૈસાની લાલચ આપી , રાજસ્થાન અને ગુજરાત વચ્ચે દોડતી ખાનગી ઇકો કારમાં પેસેન્જર તરીકે બેસાડી ભુજ મોકલવામાં આવતો હતો, જેને બનસકાંઠા પોલીસે 37.50 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પકડી ડ્રગ્સ મંગાવનારા ભુજના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે , જ્યારે રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી રાજસ્થાનના ડ્રગ્સ માફિયાને પકડવાની કવતયાત શરૂ કરી છે.

Dyspએ નિવેદન આપ્યુ..

ગુજરાતમાં સામાન્ય રીતે ખાનગી ઇકો કારમાં રાજસ્થાનથી લોકો મજૂરી કામ અને બીજા ધંધા માટે આવતા હોય છે , આવી નાની પેસેન્જર કારમાં મોટાભાગે મજૂરો હોય છે. આ જોતા બહુજન ભેજાબાજ પેડલર અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાએ નવો કીમિયો અજમાવ્યો હતો , સેલોટેપથી મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સ શરીર પર ચોંટાડી બનાસકાંઠાથી ભુજ પહોંચવા માટે વિદ્યાર્થીઓને આવી ખાનગી ઇકો કારમાં બેસાડીને મોકલવાનું શરૂ કર્યું હતું . થરાદના ડીવાયએસપી વારોતરિયાએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યુ કે, અમને માહિતી મળી હતી કે, ખાનગી ઇકો કર પેસેન્જર લઈને આવે છે એમાં ડ્રગ્સની હેરાફેરી થવાની છે, જેના આધારે મોડીરાત્રે રાજસ્થાનથી પેસેન્જર ભરીને આવતી ઇકોકારનું ચેકીંગ ચાલી રહ્યું હતું,

વિદ્યાર્થીના શરીરના ભાગોમાંથી જથ્થો મળ્યો

સામાન્યરીતે આ ઇકો કારમાં મજૂર અને સામાન્ય વર્ગના લોકો હતા, પણ એક પેસેન્જર સોલ્ડર બેગ સાથે રેડ ટીશર્ટમાં બેઠેલો યુવાન શંકાસ્પદ લાગ્યો અમે એની તપાસ કરી, તો એને પોતે કોલેજમાં ભણતો હોવાનું કહી એનું કોલેજનું આઈકાર્ડ પણ બતાવ્યું, પણ મોંઘી સોલ્ડર બેગ અને કપડાં જોતા અમારી શંકા વધુ દૃઢ બની અમે એની તપાસ કરી, તો રાકેશ બિશ્નોઇ નામના આ વિદ્યાર્થીના શરીરના કેટલાક ભાગમાં અને બેગમાં સેલોટેપથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો 375 ગ્રામ જેની કિં. રૂા. 37.50 લાખ મળી આવ્યું હતું,

વિકાસ બિશ્નોઈ પાસેથી જથ્થો મેળવ્યો

પૂછપરછ કરતા એને આ ડ્રગ્સ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાને આપવાનું હતું અમે તાત્કાલિક ભુજ પોલીસ સાથે સંપર્ક કરી મોહમ્મદ મોખાની ધરપકડ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો તેણે જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ પાસેથી મેળવ્યાની કબૂલાત કરી છે. રાજસ્થાનના જે ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો એની ધરપકડ માટે રાજસ્થાન પોલીસ સાથે સંકલન કર્યું છે અને ટૂંક સમયમાં અમે એને પણ ઝડપી ગુજરાતમાં આવતું ડ્રગ્સ રોકીશું.

આ પણ વાંચો..