Gujaratમાં નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સીટી બસ સેવા શરૂ કરી દીધી હતી. તે સમયે તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર દ્વારા જરૂરી દસ્તાવેજો ચકાસ્યા વિના જ બસને લીલી ઝંડી આપી દેવાઈ હતી. જે બાદ 20 દિવસ સુધી આ સીટી બસો દોડી અને વિવાદ થતાં પાછી તેના પૈડા થંભી ગયા હતા.
Gujarat નડિયાદના નગરજનોનું સીટી બસમાં મુસાફરીનું સ્વપ્ન અધિકારીઓના પાપે પૂર્ણ થઈ શકતુ નથી. તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર રૂદ્રેશ હુદળ દ્વારા જે-તે સમયે ઉતાવળે સીટી બસનો કોન્ટ્રાક્ટ કરી નાખવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોનુસાર ચીફ ઓફીસરે સીટી બસોના તમામ મહત્વ દસ્તાવેજોની ખરાઈ કરવાની હોય છે અને સીટી બસના કોન્ટ્રાક્ટમાં જ આ દસ્તાવેજો પણ ચકાસવાની ખાસ જોગવાઈ છે, તેવા સમયે ચીફ ઓફીસર દ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી હતી.
જે બાદ સીટી બસ શરૂ થઈ અને બાદમાં RTOને લગતી કોઈ પણ કાર્યવાહી આ સીટી બસના કોન્ટ્રાક્ટરે ન કરી હોવાનું સામે આવ્યુ હતુ. આ વિવાદ છેડાયો અને તે બાદ સીટી બસના પૈડા થંભી ગયા હતા.
આ સમગ્ર બાબત માટે તત્કાલિન ચીફ ઓફીસરે કોના દબાણવશ દસ્તાવેજો પણ ચકાસ્યા વિના સીટી બસ શરૂ કરવાનો નિર્ણય લીધો? તે તપાસનો વિષય છે. તેમજ હવે આ કોન્ટ્રાક્ટ રદ્દ કરાયો છે કે પછી પુનઃ સીટી બસો દોડાવાશે? તે અંગે નગરજનોમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો..
- Air India: મુંબઈથી જોધપુર જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં સમસ્યા સર્જાઈ, ફ્લાઇટ રનવે પરથી પાછી ફરી
- Oil: સાયબર હુમલાથી હચમચી ગયેલા ઈરાન, હેકર્સે 60 ઓઈલ ટેન્કરોના સેટેલાઇટ કનેક્શન કાપી નાખ્યા
- Israel: ઇઝરાયલ કેટલા દિવસમાં ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે, નેતન્યાહૂની યોજનાની અંદરની વાર્તા
- Pakistan: ધર્મ અંગે પાકિસ્તાનનો વિચાર અચાનક બદલાઈ ગયો છે, મરિયમ નવાઝે કહ્યું – દરેક માટે આદર જરૂરી છે
- SC: રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટે મધ્યમ માર્ગ શોધ્યો, પ્રેમીઓ અને ભયભીત લોકોને રાહત