Gujarat: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાન અને રંગમતિ નદીના મેદાનના મેળા ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરાવાયા પછી મેળાના ધંધાર્થીઓ જામનગર મહાનગરપાલિકાની કચેરીએ રેલી સ્વરૂપે વળતરની માંગણી સાથે પહોંચ્યા હતા, જ્યાં કમિશનર તથા મેયર દ્વારા ડિપોઝિટની ભરપાઈ કરેલી રકમ પરત આપવાની હૈયાધારણા અપાઈ છે. જ્યારે મેળાના ધંધાર્થીઓએ વરસાદમાં થયેલી નુકસાની અંગે વળતરની પણ માંગણી કરવામાં આવી છે.

પ્રદર્શન મેદાન અને રંગમતી નદીનાં મેળામાં પીડિત ધંધાર્થીઓને ટેન્ડરની રકમ પરત આપવા મ્યુનિ. કમિશનરની બાયંધરી, સરકાર તરફથી રાહત પેકેજની પણ માંગ

Gujarat: જામનગરના પ્રદર્શન મેદાનમાં ૨૦, ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધીનો શ્રાવણી મેળો યોજાયો હતો, અને તેનું ઉદ્દઘાટન પણ થઈ ગયું હતું. જે મેળો ચાલુ હતો, ઉપરાંત રંગમતી નદીનો મેળો ચાલુ થવાની તૈયારીમાં હતો, પરંતુ ભારે વરસાદ જેવી | પરિસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા બંને મેળાઓ બંધ કરાવ્યા હતા.

દરમિયાન આજે બન્ને મેળાના ધંધાર્થીઓ રેલી સ્વરૂપે જામનગર મહાનગર પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુનિ. કમિશનર સમક્ષ તેમજ મેયર સમક્ષ | લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેના પ્રત્યુતરમાં મ્યુનિ. કમિશનર દ્વારા | દરેક મેળાના ધંધાર્થીઓએ મહાનગર પાલિકાની કચેરીમાં ભરેલી ટેન્ડર ની અને ડિપોઝિટની રકમ પરત આપવાની હૈયાધારણાં અપાઈ હતી.

સાથો-સાથ વરસાદની સિઝનમાં શ્રાવણી મેળાના ધંધાર્થીઓને ભારે પવનના કારણે નુકસાની પણ વેઠવી પડી છે, જેમાં ખાસ કરીને રંગમતી નદીના મેળાના ધંધાર્થીઓનો તમામ સામાન પુરમાં તણાઈ ગયો હોવાથી પોતાની પાસે કાંઈ ચીજ બચી ન હોવાથી વળતરની પણ માંગણી કરવામાં આવી છે. જે અંગે સરકાર દ્વારા રાહત પેકેજની વિચારણા ચાલી રહી છે, અને રાજ્ય સરકાર તરફથી કોઈ પેકેજ જાહેર થશે, તો એ પ્રકારે વળતર મળશે. તેવું મેળાના ધંધાર્થીઓને જાણવા મળ્યું છે.