Gujarat: જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે લાલપુર બાયપાસ ચોકડી પાસે ગેરકાયદે ખડકી દેવાયેલી હોટલ, રેસ્ટોરન્ટ, ચા, પાનની દુકાન, ગેરેજ સહિતનું દબાણ બુલડોઝર ફેરવીને દૂર કરી દેવાયું હતું અને અંદાજે ૪,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
Gujarat: મ્યુનિ. કોર્પોરેશનની ૪૦૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં દુકાનો બનાવીને પેશકદમી કરાઈ હોવાથી કાર્યવાહી
Gujarat: જામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે જામનગ૨ મહાનગરપાલિકાની જગ્યામાં કેટલાક આસામીઓ દ્વારા ગેરકાયદે રીતે હોટલ-રેસ્ટોરન્ટ, ચા- પાનની દુકાન, ગેરેજસહિત ૮ જેટલા દબાણ કારોએ ગેરકાયદે રીતે જગ્યા દબાવી બાંધકામ ખડકી દીધું હતું. જે અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં જગ્યા ખાલી કરાવાઈ ન હતી. દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલીનીઆગેવાનીમાં એસ્ટેટ શાખાની ટુકડી બુલડોઝર, ટ્રેક્ટર સહિતની સાધન સામગ્રી લઈને લાલપુર બાયપાસ ચોકડીએ પહોંચી હતી, અને તમામ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દઈ આશરે ૪,૦૦૦ ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરાવી દેવામાં આવી હતી. આ કાર્યવાહી સમયે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.