Gujarat: પોરબંદરના કુતિયાણા નજીકની ચૌટા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે ટ્રકમાંથી ૧૧,૯૪૦ બોટલ વિદેશી દારૂ પકડી પાડયો છે. જન્માષ્ટમીના તહેવારમાં પોરબંદર દારૂ પહોંચે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો હતો. અને ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યા હતો. પોરબંદરના કુતિયાણા નજીકની ચૌટા ચેકપોસ્ટ પર જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને નાઈટ પેટ્રોલિંગ અને વોચમાં ઉભેલા કુતિયાણા પોલીસ સ્ટેશન સ્ટાફને

Gujarat: દારૂનો મોટો જથ્થો ટ્રક મારફતે પોરબંદર પહોંચાડવામાં આવી રહ્યો છે આથી પોલીસ ચેકપોસ્ટ ઉપર જ| ગોઠવાઈ ગઈ હતી. અને ચૌટાચેક પોસ્ટ ખાતેથી મધ્ય પ્રદેશ પાસીંગનો એક ટ્રક પસાર થતાં તેમાં મરઘા ઉછેરનાના દાણા હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે આ ટ્રકમાં તલાસી લેતા મરઘા ઉછેરના દાણા ની આડમાં વિદેશી દારૂની ૩૩૦ પેટી મળી હતી. જેમાંથી કુલ ૧૧,૯૪૦ બોટલ દારૂ મળ્યો હતો.

કુતિયાણાના પીએસઆઈ કે એન ઠાકરીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર મુકેશ છગનની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવતા આ દારૂનો જથ્થો ઈન્દોરના એક ઈસમે મોકલાવ્યો હોવાની કબુલાત આપતા તેની સામે પણ ગુનો દાખલ થયો છે. અંદાજે ૧૪ લાખ રૂપિયા નો દારૂ અને ટ્રક સહિત ૨૪ લાખ ૯૫ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તથા માલ કોણે મંગાવ્યો હતો? તે અંગેની વધુ વિગતો મેળવાય રહી છે.