મહુધાથી તરંગ શર્મા દ્વારા…
Gujarat : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામના સીમ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીના હત્યાના બનાવ સામે આતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ખેતરના માલિકે પોતાના ખેતરમાં બે મૃતદેહો જોયા હતા. જે બાદ તાત્કાલિક મહુધા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર બાબતે પ્રાથમિક વિગતો મુજબ, યુવકની બોથળ પદાર્થથી માર મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે યુવતીના ગુપ્ત અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, તેના કારણે દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કર્યાની શક્યતાઓ પ્રબળ બની છે.
આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચ્યા બાદ જિલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસ વડા અને લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.

એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પી.એમ. માટે મહુધા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, મૃતક યુવક અને યુવતીની ઓળખ અને હત્યાના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Gujarat: ગાયિકા કિંજલ દવેની સગાઈ પર સામાજિક વિવાદ, બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશી કિંજલબેન દવે પર લાલઘૂમ
- Mathura accident: ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રાફિક જામ! અકસ્માત બાદ 7 બસો અને 4 કારમાં આગ લાગી, 13 લોકોના મોત, 25 ઘાયલ
- Gujarat: ગુજરાત પ્રેમ લગ્નો સામે નવો કાયદો તૈયાર કરી રહ્યું છે! માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે.
- Messi’s India tour: મેસ્સી જામનગરના વાંતારાની મુલાકાત લેશે, અનંત અંબાણી યજમાન બનશે, શું છે શેડ્યૂલ?
- Gujaratમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે: Gauri Desai AAP





