Gujarat: ગુજરાતના બહુચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા 8 મહિનાની જેલ સજા બાદ હવે બહાર આવશે. આ સ્કેમમાં CID ક્રાઇમ દ્વારા દાખલ કરાયેલા મૂળ કેસમાં ઝાલાએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે.

કોર્ટમાં રજૂઆત

હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન ઝાલાએ દલીલ કરી હતી કે GPID કોર્ટમાં બાહેંધરી મુજબ 5 કરોડ જમા કરાવી દેવામાં આવ્યા છે. રોકાણકારોને રકમ પરત આપવા માટે પ્રથમ મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને ત્યારબાદ બાકી રકમ 9 સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. આમ કરીને એક વર્ષમાં તમામ રોકાણકારોની રકમ પાછી આપવામાં આવશે.

સમગ્ર મામલો શું છે?

CID ક્રાઇમના આક્ષેપ મુજબ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને 3 ગણું વળતર અને વધારે નફાની લાલચ આપીને અંદાજે 6000 કરોડનું કૌભાંડ કર્યું હતું. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ વિસ્તારમાં નાણા ધીરનારાનું લાયસન્સ હતું, છતાં તેણે એજન્ટોની મદદથી રાજ્યભરમાં નેટવર્ક ઊભું કર્યું. વધુમાં કોઈ માન્ય લાયસન્સ કે પરવાનગી વિના નવી કંપનીઓ બનાવીને કરોડો રૂપિયાનું રોકાણ એકત્રિત કરાવ્યું હતું. સરકારી વકીલ મુજબ ઝાલાએ પોતાના અને પરિવારના નામે અઢળક મિલ્કતો ઊભી કરી છે. હાલ આ સમગ્ર મામલે CID દ્વારા તપાસ ચાલુ છે.

આ પણ વાંચો