Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું કૃષ્ણ જન્મોત્સવનું આ પર્વ સમાજમાં સમરસતા, બંધુત્વ અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે.