Gujarat ATS: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ વધુ આંતકીની ધકપકડ કરવામાં સફળતા મેળવી છે. આ ખાસ ઓપરેશન બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે મળીને પાર પાડ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે, આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા એક ખતરનાક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી રાજ્યની સરહદ પરથીપાકિસ્તાની ગેંગસ્ટર સજ્જાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલો શંકાસ્પદ અને પંજાબમાં ગ્રેનેડ દાણચોરીના ગંભીર કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.

બિક્રમજીતની ડીસાના એક ઢાબા પરથી ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ માહિતી મળી હતી કે પંજાબ પોલીસ દ્વારા દેખરેખ હેઠળ રહેતો બિક્રમજીત સિંહ ઉર્ફે વિકી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે, ATS અને SOG ટીમોએ દેખરેખ હાથ ધરીને ડીસાના હાઇવે પર સ્થિત એક ઢાબા પરથી તેની ધરપકડ કરી હતી. બિક્રમજીતની ધરપકડ આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક માટે મોટો ફટકો છે.

આરોપી બિક્રમજીત, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધા જોડાયેલા નેટવર્ક માટે કામ કરતો હતો. તેણે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે પાકિસ્તાની હેન્ડલરોના ઈશારે ભારતમાં અસ્થિરતા અને અસંતોષ ફેલાવવાના પ્રયાસોમાં સામેલ હતો.

સ્થાનિક યુવાનોનું બ્રેશબોશ

તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી માત્ર દાણચોરીમાં જ નહીં પરંતુ સ્થાનિક યુવાનોને તેની ગેંગમાં ભરતી કરવામાં પણ સામેલ હતો. તે તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવિરોધી કૃત્યોમાં સામેલ થવા માટે ઉશ્કેરતો હતો, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે.

તેને પંજાબ પોલીસને સોંપવામાં આવશે

ગુજરાત સુરક્ષા એજન્સીઓ હાલમાં આરોપીના અન્ય સંપર્કો અને ગુજરાતમાં તેના રોકાણના હેતુ અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા પછી, બિક્રમજીતને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.