Gujarat ATS: ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર-નાગાલેન્ડથી બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ,સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ATS દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે 108 સામે ગુનો નોંધ્યો છે.ત્યારે 16 લોકોની ધરુપકડ કરી છે.