Gujarat : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બ્લેકઆઉટ સહિતમાં યુદ્ધની સ્થિતિ અંગેની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વહીવટી અને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારમાં પહેલા યુદ્ધની સ્થિતિમાં શું તકેદારી રાખવી કોઇ આગની સ્થિતિને કઇ રીતે કાબુમાં લેવી. ત્યાર બાદ અંધારપટની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
જેમ વિસ્તાર વૈભવી તેમ નિયમોનો વધુ ઉલાળીયો
જો કે અમદાવાદમાં બ્લેક આઉટ જાણે મજાક હોય તે પ્રકારે લેવામાં આવ્યું હતું. જેમ જેમ વિસ્તાર સંપત્તીવાન તેમ તેમ ત્યાં ઝગમગાટ વધારે જોવા મળ્યો હતો. ભણેલા ગણેલા અભણ લોકોએ દેશની સુરક્ષા જેવી બાબતોની આમાન્યા પણ રાખી નહોતી. જો કાલે કદાચ હુમલો પણ થાય તો પણ આ બેશરમ લોકો લાઇટો ચાલુ રાખીને પાકિસ્તાનને આમંત્રણ આપે તો નવાઇ નહી.
અમદાવાદીઓ લાગણી તો ઠીક દેશદાઝ પણ ગુમાવી બેઠા
બેશરમીની હદ સમગ્ર અમદાવાદમાં જોવા મળી હતી. જેમ લોકો શહેરી હોય તેમ લાગણીહિન થતા જતા હોય છે. પરંતુ દેશદાઝ પણ ગુમાવી ચુક્યા હોય તે આજે ખબર પડી. મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો સિવાય તમામ લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કે લોકોએ બ્લોકની કોમન લાઇટો પણ બંધ કરવાનું મુનસીબ સમજ્યું નહોતું. ઘરની લાઇટો તો ઠીક પરંતુ સોસાયટીની કોમન લાઇટો પણ બંધ કરવી યોગ્ય લાગી નહોતી.
તમામ મોટી સંસ્થાઓ સરકારના આદેશને ઘોળીને પી ગયા
મોટી મોટી હોટલો અને મોટા મોટા સ્ટોરની લાઇટો પણ યથાવત્ત જ ચાલું જોવા મળી હતી. સરકાર દ્વારા જાણે જે મજાક કરવા માટે આદેશ અપાયા હોય તે પ્રકારે વેપારીઓ અને મોટા ઉદ્યોગગૃહોના માલિકો આદેશને ઘોળીને પી ગયા હતા. કોઇ પણ પ્રકારની લાઇટોના નિર્દેશોનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.
તંત્ર પણ સંપુર્ણ નિષ્ફળ રહ્યું
અમદાવાદનાં પોલીસ અને વહીવટી તંત્ર પણ સંપુર્ણ પણે નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસ દ્વારા પણ કોઇ જગ્યાએ પેટ્રોલિંગ કે લાઇટો બંધ કરાવતી જોવા મળી નહોતી. 12 વાગ્યા પર 1 મિનિટ થઇ ગઇ હોય તો દુકાનદાર સામે ડંડા પછાડતી રહેતી પોલીસ આટલા મોટા દેશહિતનાં કામમાં ક્યાંય પણ જોવા મળી નહોતી. કારણ કે પોલીસને હંમેશા એક જ વસ્તુમાં રસ હોય છે અને તે બ્લેકઆઉટનાં પાલનમાં તેને મળે તેમ નહોતું. માટે પોલીસ હંમેશાની જેમ સરકારી વલણ યથાવત્ત રાખીને ઇગ્નોરમોડ ઓન કરીને બેઠા હતા.
આ પણ વાંચો..
- T20 world cup 2026 ની તારીખ નક્કી! ભારત ફાઇનલનું આયોજન ગુમાવી શકે છે
- Ragini MMS 3: રાગિની એમએમએસ 3′ માંથી નોરા ફતેહી બહાર, હવે એકતા કપૂરની નજર આ અભિનેત્રી પર છે
- Vice president: દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા
- Dewald brevis: ડેવાલ્ડ બ્રેવિસે બધા રેકોર્ડ તોડી નાખ્યા, SA20 લીગની હરાજીમાં આટલી કરોડની બોલી
- Balen shah: બાલેન શાહ કોણ છે? રેપરથી મેયર બનેલા, યુવા પેઢીના આંદોલનનો ચહેરો બન્યા