Gujarat ભરમાં બુટલેગરો અને અસામાજીક તત્વો પર તવાઈ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી કુખ્યાત બનેલા માસુમ મહીડા અને તેના ભત્રીજા રઈશ મહીડા સામે તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. આજે પશ્ચિમ પોલીસના પી.આઈ.ની હાજરીમાં આ બંનેના મકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા, તો સાથે જ અન્ય કેટલાક બુટલેગરો પણ આ કાર્યવાહીની ચપેટમાં આવ્યા હતા.

Gujatatના નડિયાદ પશ્ચિમ પી.આઈ. કે. એચ. ચૌધરી સહિત તેમનો કાફલો માસુમ મહીડા અને તેના પરીવારના મકાનો પર પહોંચ્યો હતો. આ દરમિયાન વીજ વિભાગના જવાબદાર ઈજનેરો સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જ્યાં પરવાનગી વગર લેવાયેલા પેટા કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. તે બાદ અન્ય કેટલાક નામચીન બુટલેગરોના ત્યાં પણ કાર્યવાહી કરાઈ હતી. આ સિવાય મનપા અને આર.ટી.ઓ.ની ટીમ પણ સ્થળ પર કાર્યવાહી સમયે હાજર રહી હતી.
આ મામલે Gujatatના નડિયાદ વિભાગના એમ.જી.વી.સી.એલ.ના જૂનીયર ઈજનેરે જણાવ્યુ હતુ કે, અસામાજીક તત્વો સામેજે કાર્યવાહી કરવાની છે, તેમાં પોલીસ અધિકારી સાથે આવી અને તપાસ કરતા મીટરના કનેક્શનોમાં અમુક પ્રકારની ગેરરીતિ જોવા મળી છે. વીજચોરી પકડાઈ છે. ગુલાબસિંહ કાભઈભાઈ મહીડાના નામે બિલ આવે છે. તેમણે મીટરમાં જે સંયુક્ત વાયર આવતો હોય, તેને ડાયરેક્ટ કરી અને પોતાના મકાનમાં ડાયરેક્ટ જોડાણ કરેલ છે.
અધિકારીએ ઉમેર્યુ હતુ કે, અમારી ટીમ દ્વારા વીજ વિભાગે કનેક્શન સાથે આપેલો તમામ મુદ્દામાલ પરત લઈ લીધો છે. હવે અમારી ટીમ ઓફીસ પર જઈ અને તેનું ટોટલ બિલ અને જરૂરી વિગતો તપાસ્યા બાદ કેટલી પેનલ્ટી થાય છે, તે નિશ્ચિત કરશે, તે બાદ જો બિલ-પેનલ્ટી ભરી દેશે તો માંડવાત કરી દેવાશે, અન્યથા કાયદેસરની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન પોલીસની હાજરીમાં માસુમ મહીડાનો પરીવાર અને રઈશ મહીડાનો પરીવાર જે મકાનમાં રહે છે, ત્યાં વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.
ટુ-વ્હીલર ડીટેઈન કરાયા

પોલીસ અને આર.ટી.ઓ.ની ટીમ દ્વારા માસુમના ઘરેથી 2 ટુ-વ્હીલરો ડીટેઈન કરાયા હતા. બુટલેગરો અને અસામાજીક તત્વો સામે થઈ રહેલી કાર્યવાહીના ભાગરૂપે એક બુલેટ બાઈક અને એક્ટિવા ડીટેઈન કરાયા હતા. આ કાર્યવાહીના કારણે મહીડા પરીવાર વધુ ભીંસમાં મુકાયો છે.
આ પણ વાંચો..
- Virat Kohli બાબર આઝમને પાછળ છોડી દેશે! આ IPLમાં જ અદ્ભુત ઘટના બનશે
- Delhi High Court એ આ આધાર પર બળાત્કારના કેસમાં એક પુરુષને નિર્દોષ જાહેર કર્યો, 10 વર્ષની જેલની સજા
- Mandalay Myanmar ભૂકંપમાં બચાવ કાર્યમાં લાગેલી ભારતીય ટીમે મ્યાનમારનું દિલ જીતી લીધું, લોકો તેને બિરદાવી રહ્યા છે
- America એ તેના કર્મચારીઓને એક વિચિત્ર આદેશ જારી કર્યો, ચીની લોકો સાથે રોમેન્ટિક સંબંધો બાંધવા પર પ્રતિબંધ
- Godhra ફટાકડા વેચાણ થતા દુકાનો પર તંત્રના દરોડા, વેપારીઓમા દોડધામ