Gopal Italia Sapath Vidhi: આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં એક ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે પોતાની શપથ વિધિ માટે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય હેમંત ખવા સહીત અનેક AAP આગેવાનો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સમક્ષ જણાવ્યું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતા Gopal Italiaએ ધારાસભ્ય તરીકે શપથ લીધા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ શપથ લીધા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભામાં શપથ લીધા. ત્યારબાદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ આપવામાં આવી. આ દરમિયાન તમામ લોકોએ “ભારત માતાકી જય, જય જવાન જય કિસાન” સાથે સાથે “કેશુભાઈ પટેલ જિંદાબાદ” તથા “જય જય ગરવી ગુજરાત”ના નારા લગાવીને ઉજવણી કરી હતી

આમ આદમી પાર્ટીના નેતા શ્રી ગોપાલ ઈટાલિયાએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે લીધા શપથ.