Gujarat : રાજકોટમાં નાકરાવાડી ગામ પાસે આવેલી કેબીજ કંપનીમાં લાગેલી આગ હજુ ઓલવાઈ નથી. રાજકોટ નજીકના નાકરાવાડી ગામ પાસે આવેલી વેફર બનાવતી KBZ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
Gujaratના રાજકોટમાં લાગેલા આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર સુધી દેખાતા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 4થી 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને મહદ અંશે આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું.

આ આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ બુજાવાના સાધનો પણ બળી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી હજુ સુધી જાણવા મળી નથી. નાકરાવાડી વિસ્તારમાં નમકીન ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગે ભયંકર રૂપ ધારણ કર્યુ હતુ, તેલના ડબ્બા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. હાલ આગ પર કાબુ મેળવાના પ્રયાસ ચાલી રહ્યા છે.