Gujarat: અમરેલી જિલ્લામાં જુદાજુદા બનેલા ત્રણ બનાવોમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. જેમાં સાવરકુંડલામાં ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરી પાઈપ ફીટ કરી રહેલી બાળાને વીજ શોક લાગતા મોત, અમરેલીમાં મહિલા હોલમાં પડી જતાં માથામાં ઈજા થવાથી મોતની ઘટના અને રાજુલા તાલુકાના મોટા આગરિયામાં ઉછીતા પૈસા બાબૂતે માથાકૂટ થતા માતા પુત્ર પર હુમલો થયાની ઘટના બની છે.

Gujarat: મોટા આગરિયામાં ઉછીતા પૈસા બાબતે માતા પુત્ર પર હુમલો, અમરેલીમાં મહિલા પડી જતાં મોત

બનાવની વધુ વિગત મુજબ સાવરકુંડલામાં અમરેલી રોડ પર રહેતી દર્શનાબેન વિપુલભાઈ ધરણીયા નામની કિશોરી સવારે નળમાં પાણી આવતા મોટર ચાલુ કરી એમાં પાઈપ ફીટ કરવા જતાં જ વીજ કરંટ લાગતા સારવારમાં ખસેડયા બાદ મોત નીપજ્યું હતુ.બીજી ઘટનામાં અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા ત્રિવેણીબેન દયાશંકરભાઈ ભટ્ટ નામના વૃદ્ધા હોલમાં પડી જતાં માથામાં ગંભીર ઈજા થવાથી મોત નીપજવાની ઘટના બની છે.

ત્રીજા બનાવમાં રાજુલાના મોટા આગરિયા ગામે રજનીભાઈ સાંખટે દીનેશભાઈ સોલંકી પાસે રૂા. ૫૦૦ ઉછીતા માગ્યા હતા. જે આપવાની ના પાડતા રજનીએ દીનેશભાઈ પર હુમલો કરી માથામાં પાઈપ ફટકારી દેતાં ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત તેના માતા રેખાબેનના માથામાં પાઈપ ફટકારી દેતાં સારવારમાં ખસેડ્યા છે.