Gujarat: જૂનાગઢ તાલુકાના ખલીલપુરમાં ગત વર્ષે લાયસન્સની શરતોનો ભંગ કરી અન્યને હથિયાર આપી ફાયરિંગ કરતો વિડીયો મુકવામાં આવ્યો હતો. આ અંગે એસ.પી.ને રજૂઆત થઈ હતી. જેની તપાસ બાદ તાલુકા પીએસઆઈએ ચાર શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat: વાયરલ વીડિયો અંગેની અરજીના આધારે તાલુકા પોલીસે તપાસની બાદ કાર્યવાહી
આ અંગેની વધુ વિગત મુજબ ખલીલપુર, હથિયાર ભાવેશગીરી પુરણગીરી ગોસ્વામીએ આપ્યાનું સામે આવ્યું હતું. જ્યારે રામ ડાયા કટારાએ ફાયરીંગ કર્યું હતું. ગામના ડાયા થોભણ કટારા, કારા થોભણ કટારા અને રામ ડાયા કટારાના હથિયાર સાથેના ફોટા સોશીયલ મિડીયામાં અપલોડ થયા હતા. આ અંગે પોલીસને અરજી થઈ હતી. તાલુકા પોલીસે તપાસ કરતા ડાયા થોભણ પાસે હથિયારનું લાયસન્સ હતું. પરંતુ જાહેરમાં દેખાય તેમ રાખી લાયસન્સના નિયમોનો ભંગ કર્યો હતો. કારા થોભણ| કટારાએ પોતાનું લાયસન્સ ન હોવા છતાં બંદૂકની ગોળીઓનો પટ્ટો પહેયી હતો.
આ અંગેની તપાસ બાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. સરવૈયાએ લોકોમાં ભય ફેલાવવા બદલ તેમજ હથિયાર લાયસન્સના નિયમન ભંગ બદલ ડાયા થોભણ કટારા, કારા થોભણ કટારા, રામ ડાયા કટારા અને ભાવેશગીરી પુરણગીરી ગોસ્વામી સામે ફરિયાદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.