Gujarat: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાસહાયકોની ભરતી અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ૧૩૮૫૨ કુલ જગ્યા સામે ૬૫ હજાર જેટલા અરજી ફોર્મ ભરાયા છે.જીલ્લાદીઠ અરજીઓમાં સૌથી વધુ ૩૯૦૭ અરજીઓ મહેસાણા જિલ્લામાંથી આવી છે.
Gujarat: જિલ્લામાં સૌથી વધુ ૩૮૦૭ ફોર્મ બનાસકાંઠામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૧૯૦૧૦ ફોર્મ ભરાયાં
Gujaratની સરકારી પ્રાથમિક| સ્કૂલોમાં ધો.૧થીપ અને ધો.૬થી૮ માટે સંયુક્ત ભરતી પ્રક્રિયા પ્રથમવાર થઈ રહી છે . હાલ ધો.૧થીપમાં ૮ હજાર જેટલી ધો.૬થી૮માં પાંચ હજાર જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી પડી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૩૮૫૨ જગ્યાઓ માટે વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. જેમાં ઓનલાઈન અરજીઓ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કુલ ૧૩૮૫૨ જગ્યાઓ સામે ૬૫ હજાર જેટલા ફોર્મ ભરાયા છે.જેમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧૯૦૧૦, ગુજરાતી વિષય માટે ૪૩૨૪, હિન્દી વિષય માટે ૧૯૨૬, અંગ્રેજી વિષય માટે ૭૨૦૭, સંસ્કૃત વિષય મોટ ૨૧૫૭ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૧૬૬૨૩ અરજીઓ આવી છે.
જ્યારે અન્ય માધ્યોમાં ૧૦ હજારથી વધુ અરજીઓ આવી છે. આમ ૬૫ હજાર જેટલા અરજી ફોર્મ ભરાયા છે.જીલ્લાવાર અરજીઓમાં સૌથી વધુ ૩૮૦૭ અરજીઓ મહેસાણા જિલ્લામાંથી આવી છે અને બીજા નંબરે ૩૭૯૦ અરજીઓ બનાસકાંઠામાંથી આવી છે. સૌથી ઓછી ૬૧૬ અરજીઓ નર્મદા જિલ્લાના ઉમેદવારોની છે. જ્યારે અમદાવાદ જિલ્લામાંથી ૩૬૩૩ અરજીઓ આવી છે. અરજી પ્રક્રિયા બાદ હવે મેરિટ લિસ્ટ જાહેર કરવામા આવશે