દક્ષિણ Gujaratમાં માંડવી સ્થિત માંડવી સહકારી સુગર મીલ ખાનગી કંપનીને આપી દેવાઈ છે. આ સહકારી સુગર મીલના પ્લાન્ટ, મશીનરી ઉપરાંત ૧૦૦ વિઘા જમીન ઉપરાંત કરોડો રૂપિયાની અન્ય મિલ્કતોની કુલ કિંમત રૂા. ૨૫૦ કરોડ અંદાજવામાં આવી રહી છે પણ મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્રને માત્ર રૂા. ૩૭ કરોડમાં પધરાવી દેવાઇ છે. આ મામલે કૌભાંડ આચરાયુ હોવાની ગંધને પગલે Gujarat કોંગ્રેસે સમગ્ર ઘટનાની સીબીઆઈની તપાસની માંગ કરી છે.

Gujarat: ૫૫ હજાર ખેડૂતોના રૂા.૨૬ કરોડ સલવાયાં,માંડવી સુગર સહકારી મંડળીને ફડચામાં લઇ જવાને બદલે વેચી દેવાઈ માંડવી સહકારી સુગર મીલને લઈને વિવાદ જામ્યો છે કેમકે, મહારાષ્ટ્રની એક જ ખાનગી કંપનીને આખીય મિલ વેચીદેવામાં આવી છે. Gujarat કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, કાયદામાં જોગવાઈ છે છતાંય માંડવી સહકારી સુગર મિલને ફડચામાં લઈ જવી પડે પણ અંહી કાયદાનુ ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે અને ખાનગી કંપનીને સુગર મીલ વેચી દેવામાં આવી છે. આ ઉપરાંત બેંક સીધેસીધુ મીલની હરાજી નહી. ખેડૂતોના હિતની કરી કરવામાં આવી છે. ખુદ માંડવી સહકારી સુગર મીલ મંડળના પ૫ હજાર સભ્યોના ૨૬ કરોડ સલવાયા છે. સાથે સાથેસરકારના પણ પાંચ કરોડ છે. ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ બાકી છે. ટૂંકમાં, સહકારી ક્ષેત્રમાં ખાનગી સંસ્થાની એન્ટ્રી થઇ છે.

Gujarat: મહત્વની વાત એકે, ખુદ માંડવી સહકારી સુગર મીલને લોન આપનાર બેંકે સમગ્ર મિલ્કતની કિંમત રૂા.૨૫૦ કરોડ અંદાજી છે છતાંય હરાજીમાં રૂા. ૩૭ કરોડમાં ખાનગી કંપનીને આપી દેવાઈ છે જે શંકાને પ્રેરે છે. એટલુ જ નહીં, સરકારે જે વહીવટદાર કમિટી નિમી છે તેના ચેરમેન કહે છેકે, માંડવી સુગર મીલની મિલ્કતની કિંમત રૂા. ૨૦૦ ૬ 0 કરોડની હશે. આમ છતાંય ૧૦૦ વીઘા જમીન, પ્લાન્ટ-મશીનરી ઉપરાંત અન્ય મિલ્કતો માત્ર રૂ.૩૭ કરોડમાં આપી દેવાઇ છે. નિયમ એવો પણ છેકે, જો સુગર મીલ ખરીદવી હ હોય તો, ઈન્ડસ્ટ્રીયલ એન્ટ્રોપેન્યોર મેમોરેન્ડમ (આઈએએમ)નું લાઇસન્સ ૧ હોવુ ફરજિયાત છે. મહારાષ્ટ્રની ખાનગી કંપની પાસે લાઈસન્સ જ નથી છતાંય નિયમ વિરૂધ્ધ સુગર મીલ ખરીદી છે. આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગણી કરી છે.