Gujarat: ગાંધીનગર, ગુજરાતમાં એવા ૪૧ સાંકડા પુલ છે કે કે જેના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા વર્ષોથી સર્જાયેલી હોય છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગે એવા માર્ગો શોધી કાઢ્યા છે કે જેમાં સાંકડા પુલને પહોળા કરવાની જરૂરિયાત છે. રાજ્ય સરકાર આ હેતુ માટે ૨૫૪ કરોડને મંજૂરી આપી છે.
Gujarat રાજ્યના ૨૦ માર્ગો પર આવેલા સાંકડા પુલના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાય છે, વાઈડનિંગથી અંત આવશે
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ૨૦ માર્ગો એવાં છે કે જેની પર સાંકડા પુલ હોવાથી ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. આ હયાત પુલ અને તેના સ્ટ્રક્ચર પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ માર્ગો પહોળા છે પરંતુ પુલ સાંકડા છે તેથી અનેકસમસ્યાઓ સર્જાતી હોય છે.
સરકાર સમક્ષ આવેલી વિવિધ રજૂઆતોને પણ આ કાર્ય માટે ધ્યાને લેવામાં આવી છે. રાજ્ય સરકારે ૨૪૫.૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની મંજૂરી આપી છે અને હવે તે અનુસાર આગળની પ્રક્રિયા શરૂ કરાશે. સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને રસ્તાની પહોળાઈ પ્રમાણે માર્ગ-મકાન વિભાગ દ્વારા વાઈડનિંગ કરવામાં આવશે.