સૌરાષ્ટ્ર gujaratમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે વરસાદનાં પાણી ભરાયા છે. આ સ્થિતિમાં આગામી તા.૧ સપ્ટે.થી પશુધન વસતી ગણત્રી અંગેનાં કાર્યક્રમમાં કોઈ પ્રકારનો ફેરફાર આજે મોડીસાંજ સુધી જાહેર નહી થતા સૌરાષ્ટ્ર કચ્છ સહિત gujarat રાજયમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે ૩૭૦૦ ગણતરીદારો દ્વારા પશુધન ગણત્રીનું કામ શરૂ થશે. ૨૧મી પશુધન ગણત્રીમાં જુદી જુદી ૨૮ કેટેગરીનાં પશુઓને આવરી લેવામાં આવ્યા છે. મોબાઈલ એપ્લીકેશનની મદદથી હાથ ધરવામાં આવનાર પશુધન ગણત્રીમાં રહેણાંક ને બિન રહેણાંક વિસ્તારનાં પશુઓને પણ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જૂદી-જૂદી ૨૮ કેટેગરીનાં પશુધનની ગણતરી માટે ૩૭૦૦ ગણતરીદારો વિગતો એકત્રિત કરશે: મોર્નિટરિંગ માટે ૬૭૦ સુપરવાઈઝરને ડ્યુટી

gujarat રાજયમાં વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં ૨૬૮ લાખ પશુધન હતું. એ સમયે રાજયમાં ૯૬ લાખથી વધુ ગાયનોંધી હતી જેમાં ૧૭.૫૦ લાખ ગીરગાય, ૧૭.૭૦ લાખથી વધુ કાંકરેજ ગાય, ૬૩ હજાર ડાંગી ગાય, ૩૩.૮૦| લાખ ક્રોસ બીડ ગાય નોંધી હતી. એ જ રીતે ૧.૫ લાખથી વધુ ભેસની સંખ્યા | ગણત્રી દરમિયાન બહાર આવી હતી. જેમાં ૩૯.૫૦ લાખ મહેસાણી ભેસ, | ૧૪.૭૦ લાખથી વધુ જાફરાબાદી ભેસ, ૧૧.૪૦ લાખથી વધુ સુરતી ભેસ, ૭.૩૦ લાખ બન્ની ભેસ ઉપરાંત ૧૭.૮૦લાખથી વધુ ઘેટા અને ૪૮.૬૦ લાખથી | વધુ ઘેટા બકરા નોંધાયા હતાં.

પશુધન વસતીગણત્રીમાં પ્રથમ વખતમોબાઈલ એપ્લીકેશન અને સોફટવેરનો| ઉપયોગ કરવામાં આવનાર હોવાનું જણાવી દરેક જિલ્લામાં પશુધન ગણત્રી માટેનાં નોડલ ઓફિસર નિયુક્ત કરી ગણત્રી અંગેની તાલીમ યોજી ૨૧મી | પશુધન ગણત્રી માટે પ્રથમ વખત ટેબલેટનાં માધ્યમથી ઓનલાઈન ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

ગણત્રી માટે ગ્રામીણ કક્ષાએ ૨૭૦૦ થી વધુ અને શહેરી કક્ષાએ ૧૦૦૦થી વધુ ગણત્રી દારોને તેમજ ६७० સુપરવાઈઝરોને કામગીરી સોંપવામાં આવી હતી. આ પશુગણત્રીમાં પાલતું પશુ ઉપરાંત રખડતા પશુઓ શ્વાન | પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફર્મ અને ડેરી ફર્મનાં પશુઓને પણ આવરી લેવામાં આવ્યા હતાં. દેશભરમાં સપ્ટેમ્બરથી ડીસેમ્બર ૨૦૨૪ દરમિયાન ૨૧૯ પશુઓની જદાતોની ગણતરી માટે એક લાખથી વધુ અધિકારી કર્મચારીઓને જોડવામાં આવ્યા હોવાનું જાહેર થયું હતું.