Gujarat : દાદરા નગર હવેલીના દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગ માટે જાન લઈને નીકળેલી પ્રાઇવેટ બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી જતા 20 ઘાયલ થયા તો એક મહિલાનું મૃત્યુ થયુ છે.

બસ નંબર ડી.ડી. 01 એલ. 9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી. તે સમયે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેમા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે સબજીલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ 10 લોકોને વધુ સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો

આ પણ વાંચો…