Gujarat પોલીસ દ્વારા નશાના વપરાશ પર અંકુશ લાવવા સતત ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. Gujaratના વલસાડના ભીલાડ ને.હા.48 નજીકથી 250 ગ્રામ ડ્રગ્સ સાથે 2 નાઈઝેરીયન ઈસમો ઝડપાયાના યુવાનોને નશાથી દૂર રાખવા સ્ટેટ મોનીટરીંગ સેલને સતર્ક રહેવા સુચના આપવામાં આવી હતી. અને એ અંતર્ગત, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આજે ભિલાડ હાઈવે પર મોટી સફળતા મેળવી છે.

મળતી માહિતી અનુસાર,Gujarat સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે એક ભાડાની કારમાં બે નાઈજીરિયન નાગરિકો મોટી માત્રામાં MD ડ્રગ્સ લઈ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ભિલાડ હાઈવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે કારમાંથી લાખો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

જપ્ત કરાયેલા પદાર્થની વલસાડ FSL દ્વારા તપાસ કરાતા MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ મુંબઈથી ભાડાની કારમાં સુરત જઇ રહ્યા હતા. પરંતુ આ ડ્રગ્સ કોને પહોંચાડવાના હતા અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને લઈને ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં નશાના વેપારને મૂળથી ખતમ કરવા માટે પોલીસ તંત્રની આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે.