Gujarat: રિ-ઇન્વેસ્ટ ઇવેન્ટના બીજા દિવસે ગુજરાત માટે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ૧.૭૯ લાખ કરોડ રૂપિયાના ચાર સમજૂતિ કરાર થયાં છે. રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વચ્ચે મહાત્મા મંદિરમાં ગુજરાત સેશનમાં ચાર કંપનીઓ સાથે આ કરાર થયાં છે. ગુજરાતની સ્થાપિત ઊર્જા ક્ષમતાના ૫૪ ટકા હિસ્સો REનો
Gujarat: આ કરાર પૈકી PGCIL અને રાજ્ય | સરકાર વચ્ચે ૫૦૦૦ કરોડ, GSEC અને GUVNL વચ્ચે ૫૯૦૦૦ કરોડ, અવાડા એનર્જી અને GPCL વચ્ચે ૮૫૦૦૦ કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે ૩૦૦૦૦ કરોડના સમજૂતિ કરાર સાઈન થયા છે.
આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિન્ડ અને સોલાર એનર્જીમાં ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય છે. રાજ્યની ૫૦૦૦૦ મેગાવોટની ઈન્સ્ટોલ એનર્જી કેપેસિટીમાં ૫૪ ટકા હિસ્સો રિન્યૂએબલ| એનર્જીનો છે. જ્યારે કચ્છમાં ૩૭ ગીગાવોટનો હાઈબ્રિડ એનર્જી પાર્ક વિકસાવાઈ રહ્યો છે.
કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે દેશમાં રિન્યૂએબલ એનર્જી પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં ૩૦૦ દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી સોલાર ઉર્જાની ક્ષમતા વધારવાની શક્યતા રહેલી છે. આ સાથે સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઉર્જામાં પણ શક્યતાઓ વધી જાય છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ક્લીન એનર્જી પહેલ માટે ગુજરાતને ફાળવવામાં આવેલા ૪૪૯૦ કરોડનો શ્રેષ્ઠ ઉપયોગ થયો છે. આ સંજોગોમાં ૨૦૩૦ સુધીમાં ગુજરાતની રિન્યૂએબલ એનર્જી ક્ષમતા ૧૦૦ જીડબલ્યુ સુધી પહોંચી શકશે. સોલાર ઉત્પાદનમાં પણ ગુજરાત બીજાક્રમે છે.