ગુજરાત. એપ્રિલ 2025માં રાજ્યમાં 14 હજાર 970 કરોડ રૂપિયાનું વસ્તુ અને સેવા કર-GSTની વસૂલાત થઈ છે. ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના વધારા સાથે રાજ્યનું આ નોંધપાત્ર પ્રદર્શન છે.

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી દેશમાં ત્રીજા ક્રમે છે. નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી 73 હજાર281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.
Also Read
- Kheda: અલીન્દ્રા અને જેસ્વપુરા હાઇવે પર અકસ્માતમાં બે મહિલાઓના મોત
- Aravalli: જો ખનિજ ખાણકામ માટે અરવલ્લી પર્વતમાળા કાપવામાં આવે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે
- Ahmedabad: બાપુનગરમાં હત્યા-આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ, પતિ-પત્નીના ઘરમાં ચોરીનો લોહિયાળ અંત
- Ahmedabad: ક્લોઝર પોલિસી સક્રિય કરવાના બહાને એક ઉદ્યોગપતિ સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડી
- Mehsana: પિતાની બેદરકારીથી પુત્રનું કરુણ મોત, ટ્રક રિવર્સ લેતી વખતે બાળક કચડાયો




