GSEB Result : ફેબ્રુઆરી-2025માં લેવાયેલી ધોરણ 10ની ગુજરાત બોર્ડના આજે પરીણામ આવશે. ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ આજે ગુરુવારે ધોરણ 10નું પણ પરિણામ જાહેર થશે. સવારે 8:00 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી માર્ચ-2025માં યોજાયેલી ધોરણ-10ની પરીક્ષાના આજે  ગુરુવારે તારીખ 8 મે 2025 ના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરીણામ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક ભરીને પોતાનું પરિણામ ઓનલાઇન મેળવી શકશે આ ઉપરાંત 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ મેળવી શકશે.

ફેબ્રુઆરી 2025માં ધોરણ 10 ના 29769 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 નું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ પરિણામને લઈને આતુર હતા. ત્યારે હવે ગુરુવારે ધોરણ 10નો પણ પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો..