GSEB Result Date 2025 : માર્ચ મહિનાની શરૂઆતમાં જ GSEB દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરc-12(HSC)ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા બાદ હવે વિદ્યાર્થીઓ પરીણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB દ્વારા પરીણામોની હજુ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. પરંતુ મે અને જૂન મહિનામાં પરીણામો આવતા હોય છે. ત્યારે આંતરીક સૂત્રોની માનીએ તો ધોરણ-10(SSC)નું પરીણામ 11 મેના દિવસે આવે તેવી સંભાવનાઓ છે. જો કે, GSEB દ્વારા હજુ આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.

આ તરફ GSEBએ ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓ પણ માર્ચના શરૂઆતમાં કરી હતી, જેના પરીણામ પણ મે મહિનામાં આવવાની શક્યતાઓ છે. ઉલ્લખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જે હવે પોતાનું આગામી ભણતર નક્કી કરવા માટે પરીણામોની રાહે છે. ત્યારે GSEB પરીણામો પર હજારો વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા છે.
આ પણ વાંચો..
- મ્યાનમાર બાદ હવે tongaમાં મોટો ભૂકંપ, સુનામીની ચેતવણી
- હવે છત્તીસગઢનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને તેનું ભાગ્ય પણ… PM મોદીએ બિલાસપુરમાં ઉપસ્થિત
- Myanmar માં ભૂકંપના 3 દિવસ પછી, કાટમાળમાં દટાયેલા મૃતદેહોની દુર્ગંધ ફેલાઈ
- PM Modi ની છત્તીસગઢ મુલાકાત 33 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
- KRKને વિદ્યુત જામવાલે ગીતાનો પાઠ ભણાવ્યો, કહ્યું- મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું