Gujarat: ગુજરાતમાં આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષા યોજાશે. વર્ગ 1ની 48 જગ્યા માટે જયારે વર્ગ 2ની 97 જગ્યાઓ માટે પરીક્ષા યોજાવા જઈ રહી છે, રાજ્યના 21 જિલ્લામાં GPSC વર્ગ 1-2ની પરીક્ષા યોજાશે. જેમાં 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

મળતી માહિતી અનુસારકે બપોરે 12 વાગે આ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેમાં પોણા 2 કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સાથે સાથે દરેક કેન્દ્રમાં CCTV કેમેરાથી મોનિટરીંગ થશે અને 5 મિનિટ પહેલા નહીં પરંતુ ચોક્કસ સમયે પ્રશ્નપત્ર અપાશે. જેમા સીલબંધ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં ખોલાશે અને સીલબંધ કવરમાં ઉમેદવારોની સહી લેવામાં આવશે.

રાજ્યના 21 જિલ્લામાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં મહેસાણા જિલ્લામાં 27 કેન્દ્રોમાં 6,376 ઉમેદવારો આ પરીક્ષા આપશે.જિલ્લાના મહેસાણા, વિસનગર, ઊંઝા અને વિજાપુર તાલુકામાં કુલ 27 કેન્દ્રોમાં 266 બ્લોકમાં પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.