Jamnagar: રાજયપાલ ઉમિયાધામ સીદસર ખાતે યોજાનાર કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સીદસર ખાતે સવારે 11.00 કલાકે ઉપસ્થિત રહી કૃષિ સંમેલનને સંબોધિત કર્યું. જે કાર્યક્રમની સુચારુ વ્યવસ્થાઓ માટે જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ સંબંધિત અધિકારીશ્રીઓને સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતાં.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય કાલરીયા તથા પ્રાંત અધિકારી લાલપુર અસવાર, ડી.વાય.એસ.પી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.