Sanjay Bapat AAP: કચ્છ જિલ્લાના ​રાપર તાલુકામાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના 150થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે, જેનાથી બંને મુખ્ય પક્ષોમાં મોટું ભંગાણ પડ્યું છે. આ ઘટનાક્રમમાં કુંભરીયા અને ચેરા વાંઢ ગામો કેન્દ્રમાં રહ્યા. ​રાપરના કુંભરીયા ગામમાં, ભાજપના 40થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. જેમાં પૂર્વ ભાજપ લઘુમતી સેલ, રાપરના કોષાધ્યક્ષ રમઝાનભાઈ સમાં અને અન્ય અગ્રણીઓ જેવા કે સમા સુમરાજી મેઘરાજજી, સમા અનવર મૂળજી, બાપુજી રમઝાન, રણછોડ સોલંકી, વાસણ ભેલા, રમેશ રાજા, લગધીર દેવા, રાણાજી કાનજી, એહમદ સુમરાજી, અને સંગ્રામજી મૂળજીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે AAPના કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ, પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી સાહેબજી સમાં, રાપર તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણા, ભચાઉ શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી, કિસાન સેલ રાપર તાલુકા પ્રમુખ જગદીશ અને યુવા રાપર પ્રમુખ કાંતિભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

​બીજી બાજુ, ચેરા વાંઢ ગામે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અહીં પીરમામદભાઈ સમાં, સિધ્ધિકભાઈ સમાં, અભાસ ભટ્ટી, હનીફ નૂરમામદ મૌર, નેકમામ્મદ, આદમભાઈ સમણી, અને રસુલમામદ જેવા આગેવાનો સહિત 100થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર સમસ્યાઓ, 100 ચોરસ વારના પ્લોટ, અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. AAPના પ્રદેશ વક્તા સંજય બાપટે સરકારી કચેરીઓ પર ભેદભાવ રાખવાનો આરોપ મૂક્યો છે. તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટને એક મહિનાનો સમય આપતા ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો શહીદ ભગતસિંહના માર્ગે જતાં પણ અચકાશે નહીં. તેમણે સરકારી અધિકારીઓને “પ્રજાની નોકરી કરવા અને ચાપલુસી બંધ કરવા”ની સલાહ આપી હતી.

​આમ આદમી પાર્ટીની ટીમએ ગુજરાતના દરેક ગામમાં 15મી ઓગસ્ટે “ગ્રામ સભા” યોજાવાના સરકારી ફતવા મુજબ આ અંગે તપાસ કરતા ખબર પડી કે આવી કોઈ ગ્રામ સભા યોજાઈ નથી અને “અમૂર્ત સર તળાવ” નામનું કોઈ તળાવ પણ અસ્તિત્વમાં નથી. આ ઘટનાએ સરકારી પ્રશાસનની પારદર્શિતા પર સવાલો ઉભા કર્યા છે. મનરેગાની ગ્રાન્ટોના અભાવે કે ભ્રષ્ટ શાસનના કારણે અમૂર્તસર તળાવની યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શિક્ષકોની ઘટના કારણે કચ્છના બાળકોનું ભવિષ્ય ધુધળું દેખાઈ રહ્યું છે