Gondalની ગુંદાળા ચોકડી પાસે સાંજનાં સુમારે લોકોની ચહલપહલ વચ્ચે બે બુકાનીધારીઓએ કરીયાણાની દુકાનમાં ઘુસી છરીની અણીએ પચાસ હજારની લુંટ કરી હતી. લુંટ ચલાવી એક શખ્સ નાશી છુટયો હતો. જ્યારે બીજાને વેપારીએ હિંમત દાખવી પકડી લઈ પોલીસને સોંપતા પોલીસે લુંટનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. તથા બીજા લૂંટારાને [ પણ ગણતરીના કલાકોમાં પોલીસ ઝડપી લીધો હતો. સમી સાંજે લૂંટારાન વેપારી પેઢીમાંથી સરાજાહેર લુંટ થતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ઝપાઝપીમાં ઈજા થવા છતો વેપારીએ સામનો કરી એકને ઝડપી લેતાં તે પૂર્વ કર્મચારી નીકળ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં બીજાને પણ દબોચી લીધો
પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળારોડ ડેકોરા, Gondal સીટીમાં રહેતા અને ગુંદાળા ચોકડી પર જલારામ આલુ ભંડાર નામે કરીયાણાની દુકાન ચલાવતા જીજ્ઞેશભાઇ તનસુખભાઈ બગડાઈની દુકાનનાં પાછલા બારણેથી ધસી આવેલા બુકાનીધારી બે શખ્સોએ કરણનાં ગળે છરી અડાળી ટેબલનાં ખાનામાં પડેલા પૈસાની માંગ કરી હતી. દરમિયાન એક શખ્સે ટેબલનું ખાનુ ખોલી તેમા પડેલા રોકડ પચાસ હજારની લુંટ કરી હતી. દરમિયાન જીજ્ઞેશભાઈએ બન્ને શખ્સોનો સામનો કરતા રૂપીયા લઈ એક શખ્સ નાશી છૂટ્યો હતો.
જ્યારે બીજા શખ્સને પકડી લઈ બુકાની હટાવતા તે ભગવતપરામાં રહેતો સાહીલ હોય તેને બેસાડી દઈ પોલીસને જાણ કરી હતી. ઝપાઝપીમાં જીજ્ઞેશભાઈને કપાળ તથા હાથનાં અંગુઠા પર છરીની ઇજા થઇ હતી. દરમિયાન આસપાસનાં વેપારીઓ પણ એકઠાં થઈ ગયા હતા. સાહીલ એકવર્ષ પહેલા જીજ્ઞેશભાઈની દુકાનમાં કામ કરતો હતો. પોલીસે સાહીલને પકડી તેની સાથેનાં લૂંટ કરી નાશી છુટેલા શખ્સની શોધખોળ શરુ કરી ગણતરીની કલાકોમાં જ ઇનાયત કુરેશી (રહે. વોરાકોટડા રોડ વાળા)ને ઝડપી લીધો હતો.