ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર Ribada નજીક સાંજે ટ્રક તથા આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા મગફળી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું દબાઈ જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

Ribada: અકસ્માતમાં મગફળી ભેરેલો ટ્રક પલ્ટી ખાઈ જતા હાઈ-વે પર ટ્રાફિક જામ, વાહન ચાલકો અટવાયા

પ્રાપ્ત વિગત મુજબ રીબડા નજીક સાંજે સાડા પાંચનાં સુમારે રાજકોટથી મગફળી ભરી ગોંડલ આવી રહેલ ટ્રક અને ટાટા ૪૦૭ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા મગફળીની ગુણો ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રક ડુઆીવર ગોંડલનાં ભાજરાજપરા કુંબારવાડામાં રહેતા ભુપતભાઈ ઉર્ફે નિલેશભાઈ પોપટભાઈ ચૌહાણ ઉ.વ.૪૭નું ઘટનાસ્થળે ગંભીર ઈજાઓને કારણે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામનાર ભુપતભાઈને સંતાનમાં એક દિકરી છે. તેઓ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હતાં. ટ્રક ગોંડલનાં મુકેશભાઈ રૈયાણીનો છે. અને ભુપતભાઈ તેમા આઠ વરસથી ડ્રાઈવિંગ કરતા હતા. અકસ્માતમાં તેનું અકાળે મોત નિપજતા પરીવાર શોકમગ્ન બન્યો હતો. બનાવ અંગે તાલુકા | પોલીસે તપાસ હાથ ધરી છે.