Gondal: વૈષ્ણવ નગરી ગોંડલના આંગણે નવનિ મત ગોવિંદકુંજ હવેલી ખાતે પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દાસીજીવણ પાટી પ્લોટ ખાતે ૧થી ૯ જાન્યુઆરી સુધી યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાનાં પ્રારંભમાં મનોરથી પોરબંદરના પૂર્વ સાંસદના નિવાસ સ્થાનેથી પોથીનું પૂજન અર્ચન કરી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ ગોવર્ધનેશજી મહોદય કથાનું રસપાન કરાવશે. શ્રીજી મનોરથ સમય સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી રહેશે.

Gondal: ભવ્ય પોથીયાત્રામાં રાસમંડળીઓ, કલાત્મક બગીઓ, વિન્ટેજ કાર, અશ્વોએ આકર્ષણ જમાવ્યું

પુરૂષોત્તમ પ્રતિ । મહોત્સવ અંતર્ગત કથાના મુખ્ય મનોરથી અને પૂર્વ પોરબંદર સાંસદના નિવાસસ્થાનેથી બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં નાસિક ઢોલ ૧૫ ઘોડીઓ, ૨૦ બુલેટ બાઈક, ૩ ડીજે, ઢોલ ,ડાંગી ડાસ (ઢોલ ડાસિંગ), હિન્દુ ધર્મ માં આવતા તમામ દેવી દેવતાઓ, બડે હનુમાન, ૪ ખુલ્લી જીપ, સહેનાઈબેન્ડ, ૩ વિન્ટેજ કાર, ૬ ઘોડા સાથે બગી અને શણગારેલા ૪ ટ્રેકટર જોડાયા હતા. કૈલાસ બાગ સોસાયટી, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ, ત્રણ ખૂણીયા, જેતપુર રોડ પરથી માલવીયા નગરમાં આવેલ હવેલી પર પોહચી હતી.

જેમાંહવેલીના મુખ્ય મનોરથી પારસભાઈ કટારીયા પરિવાર સાથે પોથીયાત્રામાં જોડાયા હતા. જેમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, , ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો અનેયુવાનોઆ | પોથીયાત્રામાં જોડાયા હતા. માલવિયા નગરમાં હવેલીખાતે પોથીયાત્રા પહોચી ત્યારે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ, માલવીયા નગર, પુનિતનગર, વિશ્વેશ્વર મહાદેવ ગ ૫, ગોવિંદકુંજ હવેલીની મહિલાઓ, સત્સંગ મંડળો દ્વારા ફુલથી રંગોળી બનાવવામાં આવી હતી .શેરીઓમાં સાથિયા કરવામાં આવ્યા હતા પોથીનું મહિલાઓ દ્વારા માથા પર બેડાં, અને | મંગલ કળશ રાખી સામૈયા કર્યા હતા.