Godhra: ગોધરાની સીટી સર્વે કચેરીમાં થયેલી તપાસ દરમિયાન તત્કાલિન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિયમ વિરુદ્ધ 2,831 પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરાયા હોવાનો ભંડાફોડ થયો હતો. જિલ્લા કલેક્ટરના આદેશથી આ બધા જ પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બોગસ રીતે બનાવાયેલા આ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
ગોધરા કચેરીમાં ભ્રષ્ટાચાર અંગે રજૂઆત થતાં ગાંધીનગરની ટીમે ત્રણ દિવસ તપાસ કરી હતી. તપાસમાં 2,831 જેટલા પ્રોપર્ટી કાર્ડ ખોટા રીતે ઇશ્યૂ થયેલા હોવાનું બહાર આવ્યું હતું. તપાસ ટીમે તમામ દસ્તાવેજ કબ્જે કરીને રાજ્યની વડી કચેરીને રજુઆત કરી હતી. ત્યારબાદ સેટલમેન્ટ કમિશ્નર અને જમીન રેકોર્ડ નિયામક દ્વારા આ મામલે કાર્યવાહી કરાઈ હતી. તપાસમાં સાબિત થયું કે તત્કાલિન સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી. પટેલે નિયમોના ભંગ સાથે આ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. જેના કારણે તેમને તાત્કાલિક ફરજમાંથી મોકુફી મુકવામાં આવ્યા હતા.
ડીઆઇએલઆર દ્વારા વડી કચેરીને લેખિતમાં અહેવાલ આપ્યા બાદ જિલ્લા કલેક્ટરે નિયમ વિરુદ્ધ ઇશ્યૂ થયેલા તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો આદેશ કર્યો હતો. પરિણામે કચેરી દ્વારા તમામ બોગસ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. હવે ધારકોને નવેસરથી નિયમ મુજબ અરજી કરીને નવા પ્રોપર્ટી કાર્ડ મેળવવા પડશે. એકસાથે 2,831 પ્રોપર્ટી કાર્ડ રદ થવાથી જિલ્લામાં ભારે ચર્ચા જગાઈ છે.
આ સમગ્ર ગેરરીતીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કાલોલ તાલુકાના કાતોલ ગામની ખેતીની જમીનના એક પ્રોપર્ટી કાર્ડ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખેતીની જમીન પર પણ ખોટા પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 2,800થી વધુ કાર્ડ નિયમ વિરુદ્ધ બનાવાયા હોવાનું ખુલ્યું. તંત્રે તમામ ખેતીની જમીન સહિતના બોગસ પ્રોપર્ટી કાર્ડ રદ કરીને કાર્યવાહી પૂર્ણ કરી છે.
નિયમ વિરુદ્ધ ઇશ્યૂ થયેલા કાર્ડ રદ
અગાઉની તપાસમાં સામે આવ્યું હતું કે નિયમોના ભંગ સાથે 2,800થી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. હવે આ તમામ કાર્ડને રદ કરવામાં આવ્યા છે. કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે, ધારકો હવે નિયમ મુજબની પ્રક્રિયા કરીને નવેસરથી પ્રોપર્ટી કાર્ડ બનાવી શકશે.
આ પણ વાંચો
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે
- Rushi sunak: ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને જાતિગત ધમકી આપનાર યુવક દોષિત જાહેર થયો, કોર્ટે આ સજા સંભળાવી