Godhraની મજૂર અદાલતમાં જજને ડાયસ ઉપર જઈ કવરમાં લાંચ આપવાની કોશિશ કરવાના ગુનામાં મજૂર અદાલતના જજ દ્વારા પોલીસ હવાલે કરાયેલ રોજમદારને આજે એસીબીએ કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
Godhra: એસીબીએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
`પ્રાપ્ત વિગત મુજબ મહીસાગર | જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના રહેવાસી બાબુભાઇ ધીરાભાઈ સોલંકી પાનમ યોજના વર્તુળની પેટા કચેરી ભાદર નહેર પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમને વર્ષ-૨૦૧૮માં નોકરીમાંથી છૂટાં કરાયા બાદ નોકરીમાં પુનઃ સ્થાપિત થવા અંગે સને-૨૦૨૩થી ગોધરાની લેબર કોર્ટમાં કેસ ચાલતો હતો.
ગઈકાલે લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન જજને ડાયસ ઉપર જઈ બંધ કવરમાં રૂ.૩૫,૦૦૦ની ચલણી નોટો આપી લાંચ આપવાની કોશિશ કરી હતી.જે વ્યક્તિની લેબર કોર્ટના કર્મચારીની ફરિયાદના આધારે એસીબીએ ગઇકાલે ધરપકડ કરી હતી. રોજમદારને આજે એસીબીની ઇન્ચાર્જ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરાતાં સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપી બાબુભાઈ ધીરાભાઈ સોલંકીના તા.૩ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતાં.