ડીસામાં ફડાકડાના ગોડાઉનમા લાગેલી આગના પગલે 21 લોકોના મોત થયા છે. આ મામલે પંચમહાલ જીલ્લામા પણ તંત્ર સાબદુ બન્યુ છે. ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર તપાસ કરવામા આવી હતી જેના પગલે વેપારીઓમા ભારે દોડધામ મચી જવા પામી હતી. જે દુકાનો બંધ હતી તે દુકાનદારોને નોટીસ આપવાની કાર્યવાહી કરવામા આવી છે.
Godhra શહેરમાં બગીચા રોડ પર આવેલી મ્યુનિસિપલ દુકાનો અંગે મામલતદાર કચેરી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર એચ.વી.ભોઈએ સ્થળ તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન 11 દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી મળી આવી હતી જે દુકાનની સીઝર હુકમ આપી અંદાજે 96 હજારનો મુદ્દામાલ સીલ કર્યો હતો.
Godhraમાં અન્ય દુકાનો બંધ હોવાના કારણે દુકાનને સીલ કરી તેના ઉપર નોટિસ લગાડવામાં આવી છે. દુકાનો બંધ હોવાના કારણેઆસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ દુકાન માલિકોના સંપર્ક અંગે કોઈ માહિતી મળી ન હતી.મામલતદાર કચેરી દ્વારા તમામ બંધ દુકાનોને હંગામી ધોરણે સીલ કરવામાં આવી છે. દુકાન માલિકોને જાણકારી મળે તે માટે દરેક દુકાન પર નોટિસ ચોંટાડવામાં આવી છે.
Godhraમાલિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ કચેરી કામકાજના સમય દરમિયાન તાલુકા સેવા સદનમાં માલિકીના આધાર-પુરાવા સાથે હાજર થાય.મામલતદાર કચેરીએ ચેતવણી આપી છે કે જો માલિકો સંપર્ક નહીં કરે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દુકાન માલિકોએ સીલને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો..
- સુરતની ડાયમંડ કંપનીમાં 25 કરોડના હીરા અને રોકડની ચોરી, આંતરરાષ્ટ્રીય ગેંગની શંકા
- Ahmedabad: આત્મહત્યા કરનાર મહિલાના પરિવારને 10 લાખ ચૂકવે મહાનગરપાલિકા, દોષિત અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની માંગ
- સુરતમાં રેસ્ટોરન્ટના મહિલા વૉશરૂમમાં સફાઈ કામદાર ફોનથી રેકોર્ડિંગ કરતો ઝડપાયો
- સુરતમાં તાવ અને ઝાડા-ઊલટીથી બે બાળકો સહિત ત્રણના મોત, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
- ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં ઓરેન્જ અને કયા જિલ્લામાં રેડ એલર્ટ?