એક તરફ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો ખાસ કરીને ગિરનારની મુલાકાત લેતા હોય છે. આ વચ્ચે ગિરનાર રોપવેને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનાર રોપવે આજથી 10 દિવસ માટે બંધ રહેશે. તમને જણાવી દઇએ કે, મેઈન્ટેનન્સ કામગીરીને કારણે આજથી લઇને 20 જૂન સુધી બંધ રહેશે . જ્યારે 21 જૂન થી રાબેતા મુજબ ફરી રોપવે કાર્યરત થશે તો આ સિવાય

પ્રવાસીઓ અગાઉની જેમ સીડી પરથી જઈ શકશે.મળતી માહિતી અનુસાર જૂનાગઢના ગિરનાર રોપવેને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનાર રોપવે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.

સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાને રાખીને સમયાંતરે રોપ વે મેન્ટેનન્સ કામગીરી પણ સતત કરાય છે. જ્યારે તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. જેમાં રોપ વેના બાંધકામ સાથે સંકળાયેલા ઈજનેરો મેન્ટેનન્સ કામગીરીમાં સામેલ થશે. 10 દિવસ સુધી તમામ પ્રકારના સુરક્ષા ઉપકરણોનું પણ મેન્ટેનન્સ કરવામાં આવશે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.