Gujaratના બનાસકાંઠાના પાલનપુરમાં એક કોલેજીયન યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ કેસમાં તાલુકા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. 2023માં વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યુ અને તેનો વીડિયો બનાવ્યા બાદ બ્લેકમેઈલ કરીને વારંવાર તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા.
આ મુખ્ય આરોપીએ આટલે ન અટકતા યુવતી પર તેના મિત્રોને મોકલીને પણ દુષ્કર્મ કરાવ્યુ હતુ. પોલીસે આ સમગ્ર મામલે આરોપી વિશાલ બેરાની અટકાયત કરી લીધી છે. અન્ય આરોપીઓને પકડવાસ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
મામલો કંઈક એમ હતો કે, Gujaratના બનાસકાંઠાના પાલનપુરમાં કોલેજીયન યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને બાદમાં હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ કર્યુ અને તેનો વીડિયા બનાવીને બ્લેકમેઈલ કરાઈ. આ સાથે જ બ્લેકમેઈલ કરી અન્ય મિત્રો સાથે પણ શારીરિક સબંધો બાંધવા મજબૂર કરાઈ હતી. આ ઘટના અલગ-અલગ હોટલોમાં લઈ જઈને બની હતી. હાલ તો પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.
આ પણ વાંચો..
- Gujarat SIR: BLOની વધી રહી છે સમસ્યાઓ, સેંકડો ચકાસાયેલ ફોર્મ ફરીથી ચકાસણી માટે પાછા મોકલવામાં આવ્યા
- Shameful incident in Surat: કુડસદમાં નવજાત બાળકનો મૃતદેહ મળ્યો, માતાની શોધ શરૂ
- સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે જીગીશા પટેલ અને જયેશ સંગાડાની નિયુક્તિ કરવામાં આવી: AAP
- પીએમ મોદી સાથે ચર્ચા, Gujarat ભાજપની નવી ટીમને આજે દિલ્હીમાં મળી શકે છે મંજૂરી
- Surat: ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ પહેલી ધરપકડ, સરકારી શાળાના આચાર્યની ધરપકડ





