jamnagar: ભાણવડ પંથકની વતની એક યુવતી મૂળ રાજકોટ પંથકના હાલ જામનગર રહેતા એક શખ્સની સાથે મિત્રતા કેળવ્યા પછી તેની હવસનો શિકાર બની હતી. શખ્સે દૂષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવાઇ છે.
jamnagar: યુવતી તથા તેની પુત્રીને પતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ મૂળ રાજકોટના વતની અને હાલ જામનગરમાં રહેતા અબ્દુલ હુસેન દેથા સાથે યુવતીએ મિત્રતા કેળવ્યા પછી બંને સાથે રહેતા હતા. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતાં અલગ પડી ગયા હતા અને યુવતી પોતાની નાની પુત્રી સાથે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામે આવી ગઈ હતી, જ્યાં આરોપી અબ્દુલ આવ્યો હતો, અને એક વાડીમાં એક અઠવાડિયા સુધી માતા પુત્રી બંનેને પતાવી દેવાની ધમકી આપી, તેની મરજી વિરુધ્ધ |
દુષ્કર્મ ગુજાર્યે રાખ્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર તેના સકંજામાંથી મુક્તિ મેળવીને જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે બળજબરીપૂર્વક દૂષ્કર્મ ગુજારવા અંગે અને પોતાને તેમજ પોતાની પુત્રીને મારી નાખવાની ધમકી આપવા અંગે અબ્દુલ હુસેન દેથા સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના મહિલા પીએસઆઈ એમ.એલ. ઓડેદરાએ તપાસ શરૂ કરી છે.