ગુરુવારે બનાસકાંઠા પાલનપુરના મામણ દરવાજા નજીક ગેસ લીકેજની ઘટનાનો બનાવ બન્યો હતો. જેમાં વિસ્તારમાં એક ભંગારની દુકાનમાંથી ગેસ લીકેજ થતાં આસપાસ રહેલા 78 લોકોની તબિયત લથડી હતી. ત્યારે હાલમાં 78 પૈકી 31 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. જયારે 47 લોકો હજુ પણ સારવાર લઇ લઈ રહ્યા છે.
આ ગેસ ગેળતર પ્રકરણમાં નવા ખુલાસા પણ થયા છે. જેમાં ગેસ કટરની બોટલમાંથી ગેસ ગળતરનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એસિટિલિન ગેસના લીકેજ બાદ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જણાવી દઈએ કે, આ ઘટના થતાની સાથે પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બનાવની વિગતો જોઈએ તો, પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા 78 લોકોને તેની અસર પહોંચી હતી. આ ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા 78 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે ઉલટી થવા લાગી હતી. અસરગ્રસ્તોને 108 અને ખાનગી વાહની દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટિમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
હાલમાં 78 પૈકી 31 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. જયારે 47 લોકો હજુ પણ સારવાર લઇ લઈ રહ્યા છે. જેમાં ગેસ કટરની બોટલમાંથી ગેસ ગળતરનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એસિટિલિન ગેસના લીકેજ બાદ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
મહત્વનું છે કે, ગઈ કાલે મોડી રાત્રે, ગેસ લીકેજના કારણે સરકારી આવાસ યોજનામાં રહેતા 78 લોકોની આંખોમાં અચાનક બળતરા ,તેમજ ઊલટીઓ અમે શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક 6 જેટલી 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા 21 બાળકો સહિત 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દર્દીઓના સગાઓ સહિત લોકોના ટોળેટોળા પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.