Suratમાં ગેંગરેપની ઘટના બાદ શેરી ગરબામાં બળાત્કારીઓને મોતની સજાની માંગ સાંથીયામાં રજૂ કરવામાં આવી હતી. આવી ઘટનાઓ અટકાવવા માટે એક અલગ પ્રકારે પ્રયાસ કરાયો હતો.

Surat: માતાજીના ગરબે ઘુમવા સાથે ખેલૈયાઓ બળાત્કાર જેવા ગુના અટકાવવા આકરી સજા કરોની માંગણી કરી

નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મહિલાઓ પરના ગુનાઓ રોકવા માટે ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે તેમ છતાં Surat શહેર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પાંચ જેટલી ઘટનાઓ બળાત્કારની બની છે. આવી ઘટના બાદ ખેલૈયાઓ બળાત્કારીઓ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં વષર્ષોથી પરંપરાગત ગરબાનું આયોજન થાય છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના સાથે સાથીયા પણ પૂરવામાં આવે છે. આવી ઘટનાને કારણે હવે સુરતીઓએ સાથીયા સાથે બળાત્કારની ઘટના અટકાવવા માટે લખાણ લખીને વિરોધ કરી રહ્યા છે. ઘોઘારાણાની શેરીમાં સાથીયા દ્વારા આવા લખાણ લખવામાં આવ્યા હતા.

કોટ વિસ્તારમાં રમાતા ગરબા માં બળાત્કારીઓને મોતની સજા આપવાની માંગણી થઈ રહી છે. આ ઉપરાંત છોકરીઓ રમકડું નથી તેનું સન્માન કરો તેવું પણ લખાણ જોવા મળી રહ્યો છે. બળાત્કારીઓ સામે આક્રોશ ઉપરાંત ખેલૈયાઓ બળાત્કાર અટકાવવા માટેની માંગણી કરી રહ્યા છે. સુરત શહેરમાં ગરબા દરમિયાન બળાત્કારનો વિરોધ થઈ રહ્યો છે તેવા લખાણ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.