Gandhinagar: શુક્રવાર માત્ર સચિવાલય જ નહિ પણ સરકારી કચેરીઓમાં પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલો આપવામાં આવે છે, તેની જગ્યાએ કાચના ગ્લાસ કે કાચની બોટલો આપવાનો નિર્ણય પાંચ છ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેનું કોઈ પાલન થયું નથી. જો કે હવે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તરફથી પીવાના પાણી માટે કાચની બોટલો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
Gandhinagar: આદિવાસી મહિલાઓની સહકારી સંસ્થા આધારિત ગ્લાસ બોટલિંગ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા
સચિવાલયમાં આવતા મુલાકાતીઓ | અને કર્મચારીઓ માટે પીવાના પાણી માટે પાંચ રૂપિયાની પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. । પાણી સપ્લાય કરતી એજન્સીઓ પાસેથી આ બોટલો જથ્થાબંધ ખરીદવામાં આવે છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગને હવે એવું લાગે છે કે આ પ્લાસ્ટિકની બોટલોના વપરાશના કારણે પ્રદૂષણ ફેલાય છે અને પર્યાવરણ તેમજ | આરોગ્યને નુકસાન થાય છે.
આ માટે કહેવાય છે કે તાપી જિલ્લામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાપિત સહકારી સંસ્થા કાચની બોટલોમાં નદીનું સ્વચ્છ પાણી આપવાનું કામ કરે છે. રાજ્ય સરકાર આ પ્રયોગ સચિવાલયમાં શરૂ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપે તેવી સંભાવના છે. જો આ પ્રોજેક્ટ શરૂ થાય તો કર્મચારીઓ અને મુલાકાતીઓને કાચની બોટલમાં નર્મદા નદીનું શુદ્ધ પાણી પીવા મળી શકે તેમ છે. આ કાચની બોટલોનો રિયુઝ પણ કરી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગ આદિવાસી મહિલા સહકારી સંસ્થા સાથે ભાગીદારી કરીને ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ કાચની બોટલોમાં પાણી પીવા મળી શકશે તેવું લાગી રહ્યું છે.