Gandhinagar: નવરાત્રિના પ્રથમ નોરતે જ રાજ્ય સરકારએ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આરોગ્ય સુખાકારીની મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G- કેટેગરી)” નો શુભારંભ કરાયો છે.
6.42 લાખ લાભાર્થીઓને કેશલેસ સારવારનો લાભ
આ યોજનાથી રાજ્યના અંદાજે 6.42 લાખ સરકારી અધિકારી-કર્મચારીઓ અને પેન્શનરોને રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. જોકે આરોગ્યમંત્રીએ યોજનાનો અમલ ક્યારેથી શરૂ થશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. આ યોજનાનો વાર્ષિક ખર્ચ રાજ્ય સરકારને લગભગ રૂ. 303.5 કરોડ જેટલો આવશે.
આયુષ્યમાન યોજનાનો અત્યાર સુધીનો પ્રભાવ
- વર્ષ 2018 થી 2025 દરમિયાન કુલ 2.92 લાખ લાભાર્થીઓ સુધી આયુષ્યમાન કાર્ડ પહોંચાડાયા.
- આ દરમ્યાન 51.27 લાખ દાવાઓ માટે રાજ્ય સરકારે લગભગ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરી.
- હાલ રાજ્યમાં કુલ 2708 હોસ્પિટલ (943 ખાનગી અને 1765 સરકારી) આ યોજનામાં એમ્પેન્લ્ડ છે.
- યોજનામાં 2471 અલગ અલગ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.
મા યોજનાથી આયુષ્યમાન સુધી
- વર્ષ 2012માં માત્ર રૂ. 30 કરોડની બજેટ જોગવાઇ સાથે “મા યોજના”નો પ્રારંભ થયો હતો.
- વર્ષ 2014માં તે **“મા-વાત્સલ્ય યોજના”**માં પરિવર્તિત થઈ.
- વર્ષ 2012 થી 2018 દરમિયાન કુલ રૂ. 1179.19 કરોડના ક્લેઇમ ચૂકવાયા હતા.
- બાદમાં યોજનાને કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના સાથે સંકલિત કરવામાં આવી.
મદદ માટે હેલ્પલાઇન
યોજનાની વિગતવાર માહિતી મેળવવા કે કોઈ ફરિયાદ કરવા માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 079-66440104 કાર્યરત કરવામાં આવ્યો છે.
એક મોટી રાહત
આ યોજનાથી રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જ નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ મોટી આર્થિક સુરક્ષા મળશે. મોંઘા થતા આરોગ્ય ખર્ચ વચ્ચે આ યોજના એક મહત્વપૂર્ણ આરોગ્ય કવચ સાબિત થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો
- Putin: શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? ટ્રમ્પે ઝેલેન્સ્કીને મળતા પહેલા પુતિન સાથે વાત કરી હતી
- Bangladesh ચૂંટણી: BNP વિરુદ્ધ 10 પક્ષો એક થયા, NCP એ જમાત-એ-ઇસ્લામી સાથે ગઠબંધન કેમ કર્યું?
- Mohsin naqvi: ચોરી અને પછી! મોહસીન નકવી ભારતની ‘હાથ મિલાવવા નહીં’ નીતિથી ગુસ્સે છે; કહે છે, “અમે પણ હાથ મિલાવવા માંગતા નથી.”
- Shahrukh khan: આ જીવનનો પ્રશ્ન છે,” કિંગ ખાનની પોસ્ટ વાયરલ, બિગ બી અને અક્ષય કુમાર પણ જોડાયા; મુંબઈ પોલીસ સાથે જોડાણ
- Paris: પેરિસથી ટોક્યો… ભીડ અને હુમલાના ભયથી આ શહેરોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી પર પ્રતિબંધ





