Gandhinagar: રેલ્વેતંત્રએ સલામતીના હેતુસર ગુજરાતમાં 83 મુખ્ય લેવલ ક્રોસિંગને અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરીને રાજ્ય ફાટક મુક્ત બનાવવાની કવાયત શરૂ કરી છે. ગુજરાતને સંપૂર્ણ રીતે ગેટ ફ્રી બનાવવાની આ યોજના રૂ. 1393 કરોડની છે, જે અંતર્ગત રાજ્યના 83 લેવલ ક્રોસિંગમાંથી 11ને અંડર કે ઓવર બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
ગુજરાતને ટોલ ફ્રી બનાવાશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર છેલ્લા એક દાયકામાં લગભગ 1050 લેવલ ક્રોસિંગને અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજમાં ફેરવવામાં આવ્યા છે. વધુમાં ગુજરાતમાં બ્રોડગેજ નેટવર્ક પરના તમામ માનવરહિત લેવલ ક્રોસિંગને 2018માં જ નાબૂદ કરવામાં આવ્યા છે.
83 લેવલ ક્રોસિંગને દૂર કરવાની યોજના
ગુજરાતમાં 83 લેવલ ક્રોસિંગ નાબૂદ કરવાની યોજના છે. જેમાંથી 11 અંડર બ્રિજ અથવા ઓવર બ્રિજમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ, રેલ્વેએ ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બેડી પોર્ટ સાથે કનેક્ટિવિટી માટે મારુતિ સુઝુકી કાર પ્લાન્ટ સુધી રેલ્વે સાઇડિંગ વિકસાવી છે. કટોસણ-બેચરાજી-રાંજ લાઇનનું ગેજ રૂપાંતર, ઉત્પાદિત કારનું લોડિંગ, સ્થાનિક અને નિકાસ હેતુઓ માટે બંદરો પર પરિવહન સેવાઓ પ્રદાન કરી.