Gandhidham નજીક મીઠીરોહરમાં એક વર્ષ અગાઉ ૮૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયા પછી યમનથી આવેલા સ્ક્રેપમાં ફૂટેલા કાર્ટિજ મળી આવ્યાં છે. ગૃહયુધ્ધમાં વપરાયેલાં એકે-૫૬ અને એકે-૪૭ના ફૂટેલા કાર્ટિજ હોવાની વિગતો વચ્ચે પૂર્વ કચ્છ એસઓજીએ બેટ- ( ટન સ્ક્રેપ સીઝ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, વિદેશી ભંગાર માટે અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા સ્થળોએ જાય છે.

Gandhidham: યમનથી આવેલા બે ટન સ્ક્રેપમાંથી કચ્છ પોલીસને એ.કે. ૪૭ અને એ.કે. ૫૬ના ફૂટેલા કાર્ટિજ મળ્યા

Gandhidham –ભચાઉ નેશનલ હાઈવે પર મીઠીરોહર ગામ નજીક ઓવર બ્રિજ નજીક આવેલા ભંગારનાં વાડામાં | યમનથી આઠ કન્ટેનરમાં લોખંડનો સ્ક્રેપ ઈમ્પોર્ટ થયો હતો. જે પૈકી અમુક કન્ટેનરમાં આવેલા બે ટન લોખંડના સ્ક્રેપમાં ફૂટેલાં કાટીજ અને ખોખાનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં પોલીસે તપાસ કરતા તમામ કારતૂસો ફૂટેલાં હતા અને ખોખા ખાલી જણાતા પોલીસને હાશકારો થયો હતો. આ અગાઉ મીઠીરોહર ખાતેથી જ ૮૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી ચૂક્યો છે ત્યારે વિદેશથી આવેલા સ્ક્રેપમાં હાઈટેક બંદૂકના કાર્ટિજ હોવાથી વાત બહાર આવતા પોલીસ વિભાગ ચોકી ઉઠ્યું હતું પરંતુ બાદમાં તપાસ થતાં જથ્થો ફૂટેલા કાર્ટિજનો હોવાનું ખૂલતાં પોલીસ તાંતરાએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગેએસઓજી પીઆઈ ડી.ડી. ઝાલાએ જણાવ્યું કે પાંચેક દિવસ અગાઉ યમનથી સાત આઠ કન્ટેનરમાં લોખંડનો સ્ક્રેપ ઈમ્પોર્ટ થયો હતો. જે પૈકી અમુક કન્ટેનરમાં આવેલાં બે ટન લોખંડના સ્ક્રેપમાં ફૂટેલાં કાટીજ મળી આવ્યાં છે.હાલ તુરંત પોલીસે સ્ક્રેપનો જથ્થો સીઝ કયી છે. ઉલ્લેખીય છે કે યમનમાં ૨૦૧૪થી હિંસક ગૃહ યુદ્ધ ચાલુ છે. પોલીસ માની રહી છે કે આ ખાલી ખોખાં અને | કાટીજ ગૃહ યુદ્ધ દરમિયાન વપરાતા શોના છે. એસ.ઓ.જી.એ જાણવાજોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં આ પ્રકારે કન્ટેનર્સમાં આવતાં આંતરરાષ્ટ્રીય ભંગારમાંથી લોખંડ, તાંબુ, જસત સહિતના ભંગારને જુદા પાડીને અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળે ધાતુ ગાળવાની ભઠ્ઠીઓમાં મોકલી આપવામાં આવે છે.