ગાંધીનગર: ગુજરાતમાં આજથી એકીકૃત ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) ડાયલ 112નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ સેવા હેઠળ એક જ નંબર 112 ડાયલ કરીને પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ મેળવી શકાશે. આ ઉપરાંત, ડાયલ 112 જન રક્ષક પ્રોજેક્ટ હેઠળ 500 જન રક્ષક વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મોબિલિટી ઈમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ હેઠળ 534 પોલીસ વાહનોનું લોકાર્પણ તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના રૂ. 217 કરોડના ખર્ચે બનેલા રહેણાંક અને બિન-રહેણાંક બાંધકામોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.